________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પહેલાં જ્ઞાન તો મેળવ પછી સાધુ થજે જ્ઞાન વિનાની સાધુતા ન શોભે.” ગુરુની શોધમાં નીકળેલા કાશીરામ જ્ઞાનની ખોજમાં લાગી ગયા.
;
C
બીજીબાજુ કાશીરામના ઘેર ખળભળાટ મચી ગયો. એના પિતા રામકિશનના ગુસ્સાનો પાર ન રહ્યો. રામકિશનને આખું જગરાવ આદર-સન્માન આપે. એમની સલાહ અને માર્ગદર્શન લેવા સહુ આવે અને પોતાનો દીકરો જ આમ કહ્યા વિના ચાલ્યો જાય એ એમનાથી કઈ રીતે સહન થાય? ગામલોકો રામકિશનને ઘેર એકઠા થવા લાગ્યા. શાંતાદેવીને પતિની ભાવનાની ખબર હતી પણ એમના ગંતવ્યસ્થાનની જાણ નહોતી. પિતા રામકિશન અને મોટાભાઈ બિરચંદ એમને શોધવા નીકળ્યા. આખા જગરાંવમાં ઘૂમી વળ્યા. કાશીરામની ધર્મપરાયણતાનો ખ્યાલ હોવાથી બધાં સ્થાનકો જોયાં. જગન્નાથજી શાસ્ત્રીને ઘેર જઈ આવ્યા. એ પછી બાજુનાં બીજાં ગામોમાં તપાસ કરાવી, પણ ક્યાંય પ્યારા કાશીરામની ભાળ ન મળી. છેક કાંગડાવેલીની પહાડીઓમાં જઈને એક જયોતિષીને પણ મળી આવ્યા. સગાં-વહાલાંઓને પત્ર લખ્યા, પણ ક્યાંય કાશીરામની ભાળ મળી નહિ. કોઈ જયોતિષી એમ કહે કે કાશીરામ ઉત્તર બાજુના એક શહેરમાં ગયા છે. કોઈ એમ કહે કે એ દક્ષિણના કોઈ સ્થળે ગયા છે. રામકિશનજી અને બિરચંદજી ઉત્તર અને દક્ષિણની એ બધી જગાઓએ તપાસ કરી આવે. જયાં કહે ત્યાં દોડી જાય. એવામાં કોઈકે કહ્યું કે કાશીરામજીને તો એમણે લાહોરમાં ફરતા જોયા, તો લાહોરમાં પણ તપાસ કરાવી. ડૂબતો માણસ તરણું પકડે, તેથી એવી પણ શંકા જાગી કે કોઈ સાધુએ ધાર્મિક વૃત્તિના યુવાન કાશીરામને છૂપાવી રાખ્યા હશે. એવાં સ્થળોએ પણ તપાસ કરાવી. બધાને એટલો વિશ્વાસ હતો કે કાશીરામ બીજે કયાંય નહીં, પણ કોઈ ધર્મસ્થાનમાં બેઠા હશે અથવા તો ક્યાંક જઈને કોઈ ધર્મકાર્ય કરતા હશે. એ આત્મહત્યા કરે એવી શંકા નહોતી. પણ એ ક્યાંક જીવતા જ હશે એવી શ્રધ્ધાએ જ એમની શોધ સતત ચાલુ રખાવી.. સાધુ થવાની ઇચ્છાવાળા કાશીરામનો કોઈ પરિચય માગે તો કહે કે પંજાબના જગરાવ ગામનો રહેવાસી છું. ઘરનો સુખી છું. પિતા શ્રીમંત વેપારી છે. અંગ્રેજી ભણેલો ગ્રેજયુએટ છું. ત્રણેક વર્ષ પહેલાં લગ્ન થયાં છે, પણ પત્નીને સમજાવીને દીક્ષા લેવા આવ્યો છું. મારું કુટુંબ સ્થાનકવાસી સંપ્રદાયમાં આગળ પડતું ગણાય છે. કાશીરામની એકેએક વાત વધુ ને વધુ શંકા જન્માવનારી હતી. સત્ય પણ કવચિત વિચિત્ર લાગે છે! પોતાને પંજાબના કહે એટલે તરત જ લોકોના મનમાં થતું કે પંજાબ એ તો ક્રાન્તિનું કેન્દ્ર, નકી આ કોઈ છૂપો ક્રાંતિકારી હોવો જોઈએ. અંગ્રેજ સરકારને થાપ આપીને પંજાબથી ભાગી છૂટયો હોવો
૧૯
For Private And Personal Use Only