________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઇએ. કદાચ એને માથે બ્રિટિશ સરકારનું વોરન્ટ પણ હોય. સાધુ બનીને એની જાતને છૂપાવવા માગતો હશે.! અંગ્રેજ સરકારના પંજામાંથી બચવા માગતો હશે! આવા રાજકીય ગુનેગારને આશ્રય આપીએ તો તો આપણું આવી જ બને. એની સાથે આપણને પણ જેલ અને આકરી સજા થાય!
વળી જગરાવ ગામનું નામ આવતાં તો સહુના કાન ચમકી ઊઠે. લાલ, બાલ ને પાલની ક્રાંતિકારી ત્રિપુટિમાંના એક પ્રસિધ્ધ ક્રાંતિકારી લાલા લજપતરાય આ જ ગામના હતા. એમણે જગરાવમાં ક્રાંતિનો આતશ જગાવ્યો હતો, આથી ગામનું નામ સાંભળીને કાશીરામ છૂપા ક્રાંતિકારી હોવાની માન્યતા દૃઢ થતી. કોઇને એમ પણ થતું કે શ્રીમંત અને સૂટ-બૂટ પહેરેલો આ અંગ્રેજી ભણેલો ગ્રેજયુએટ શા કારણે દીક્ષા લેતો હશે? એમાં કોઇ નવી શંકાનું ઉમેરણ કરતા કે એણે લગ્ન કર્યા છે. કહે છે કે પત્નીની સંમતિ લીધી છે. ભલા, કોઇ લગ્ન કર્યા બાદ ફક્ત ત્રણ વર્ષે કઠિન સાધુતા સ્વીકારે ખરું? કોઇ રૂપવતી નારી હજી ઊગતી જુવાનીમાં જ સંયમમાર્ગે જવાની અનુમતિ આપે ખરી? જયારે
આ તો કહે છે કે એ પત્નીની સંમતિ લઇને આવ્યા છે. જો સંમતિ હોય તો પત્નીને સાથે લાવ્યા કેમ નહિ? દીક્ષા લેવી હતી તો પંજાબમાં ક્યાં ઓછા સાધુ હતા, તે દીક્ષા લેવા છેક ગુજરાતમાં આવ્યા અને તેય સાવ એકલા કોઇ ઝીણી નજરે જોનારને એમ પણ થતું, કે એણે દીક્ષા લેવી હોત તો સ્થાનકવાસી સંપ્રદાયમાં કેમ ન લીધી? શા માટે એ શ્વેતામ્બર જિનેન્દ્ર મૂર્તિપૂજક જૈન સંઘમાં દીક્ષિત થવાનું પસંદ કરે છે?
આમ કાશીરામ વિશે એક નહિ પણ અનેક પ્રશ્નો અને શંકા સહુને થતી. કોઇ એમ પણ કહેતું કે પહેલાં તમારા કુટુંબીજનોને બોલાવો, પછી એમની ઓળખ અને સંમતિ બાદ અમે દીક્ષા આપીએ. કોઇ થોડા ઉદાર બનીને આવી માગણી કરતા નહીં, પણ એટલું તો ચોક્કસ કહેતા કે અહીં તમારા કોઇ પરિચિત હોય તેની ઓળખ આપો. તમારી યોગ્ય ઓળખ મળ્યે અમે જરૂર દીક્ષા આપીશું. પણ ગુજરાતમાં કાશીરામને ઓળખે કોણ?
યુવાન કાશીરામની કઠિનાઇનો પાર ન રહ્યો. એ વિચારે છે કે એક તો ઘેરથી કોઇનેય કહ્યા વિના નીકળી ગયો છું. પિતા કેટલા બધા રોષે ભરાયા હશે? મોટાભાઇ બિરચંદજી કેટલા બધા અકળાયા હશે?
કાશીરામને પગ નીચેથી ધરતી સરકતી લાગી. ઘરમાંથી કોઇનેય કહ્યા વિના દીક્ષાની ભાવનાએ નીકળી ગયા હતા અને કેવી દશા થઇ? હૃદયમાં સંસાર છોડવાની કેટલી બધી તાલાવેલી હતી અને સંસાર છોડયા પછી સંન્યસ્તનો કોઇ માર્ગ જ મળતો નથી. કેટલા બધા ભાવથી ગુજરાત આવ્યો અને ચોતરફથી કેવો અ-ભાવ મળ્યો?
હે પરમાત્મા ! તારે કેટલી કસોટી કરવી છે મારી? સંસારી જીવન તો ત્યજી દીધું. રાગ-દ્વેષનાં બંધનો અળગાં કર્યાં અને છતાં કેવી વિપત્તિનાં બંધનો મારી
ર૦
For Private And Personal Use Only