________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક શ્રાવકને લાગ્યું કે પૂન્યાસજી તો ભારે રીસાળ છે. કોઇની સાથે કશું બોલતા નથી. આ શ્રાવકે અક્રમ કર્યો. એને ખ્યાલ આવ્યો કે આ સાધુ મહાત્મા રીસાળ નથી, પણ સહજ જ ઓછું અને ખપ પૂરતું જ બોલનારા છે. એથીયે વિશેષ પૂ. આ. કૈલાસસાગરસૂરિજીની ભાષાસમિતિ અનોખી હતી. છ વર્ષનો નાનકડો બાળક હોય તો તેની સાથે પણ ‘ભાઇ' કે ‘લાલ' જેવા માનવાચક પ્રત્યયો લગાડીને જ વાત કરતા હોય. બાળકથી માંડીને મોટી ઉંમરના સહુ કોઇને માનાર્થે જ બોલાવે. શ્રાવકને હંમેશાં ‘શ્રાવકજી’ કહેતા તેઓ કહેતા કે આ પઇ તોપરમાત્મા દ્વારા પ્રતિષ્ઠિત છે.માટે સહેજે તોડછાઇ ચાલે નહિ. એ જ રીતે કોઇ સાધ્વી હોય તો એમને પણ ‘સાધ્વીજી મહારાજ' કહેતા. સામી વ્યક્તિને બોલાવવા માટે ‘આપ’ સિવાય બીજો કોઇ શબ્દ વાપરે નહિ. કોઇને પત્ર લખે તો સમાપનમાં પોતાની ‘વંદના' લખતા. એ જ રીતે નાના સાધુને માટે તેઓ ‘શાસનપ્રભાવક' એવો શબ્દ વાપરતા જેથી એનો ઉલ્લાસ જળવાઇ રહે. પહેલા જ દિવસથી એને‘મુનિ ભગવંત કે ‘સાધુ ભગવંત કહીને બોલાવતા.
વહેલી સવારે પોતે ઊઠે ત્યારે નાના સાધુને ભારે પ્રેમથી ઉઠાડતા. આ સમયે તેઓ કહેતા, ‘સાધુ ભગવંતો, સમય થયો, ઊઠો!' એમની આ મધુર વાણી સાંભળતાં જ પ્રત્યેક સાધુ જાગી જતા. એમના સમગ્ર જીવનમાં ક્યાંય વાણીની કટુતા જોવા નહિ મળે. એમનો એવો આગ્રહ રહેતો કે કોઇ શિષ્ટાચારનું પાલન ન કરે, તોપણ આપણે શિષ્ટાચારનું પાલન કરવું. કોઇને મધુર શબ્દોથી કે લાગણીભર્યા વિનયથી બોલાવીએ તો એને અનિચ્છા હશે તોપણ સારા શબ્દો વિનયપૂર્વક બોલવા પડશે.
આચાર્ય કૈલાસસાગરસૂરિજીને વાણીની મૃદુતા સહજસિધ્ધ હતી. લઘુતા અને નમ્રતા એ એમના વ્યક્તિત્વના અભિન્ન અંશ હતા. કોઇ પણ શ્રાવક આવે ત્યારે તેમને તેઓ હંમેશાં ભાગ્યશાળી આનંદમાં? એમ કહેતા હતા. રાતના બાર વાગ્યે કોઇ મૂંઝાયેલો શ્રાવક માર્ગદર્શન માટે આવે તોપણ એ જ લાગણી અને ભાવ જોવા મળે. એ શ્રાવકને તરત જ પૂછે કે, ‘કેમ છો ભાગ્યશાળી ?’ એમની વાણીમાં ક્યાંય તુચ્છકાર નહિ, માત્ર આદર અને વિનય જ નીતરતો હોય.
કયારેક વિહાર ચાલતો હોય ત્યારે કોઇ ગામમાં પ્રવેશ્યા પછી કોઇ સાધુ એમ પૂછે,
“અહીં વાણિયાનાં ઘર કેટલા છે?"
તો આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી તરત જ એ સાધુને પ્રેમથી કહે, “તમારાથી આવું ન બોલાય. એ તમને અન્ન આપે છે, પાણી આપે છે. તમારા સંયમનું પોષણ કરે છે. માતા-પિતા તુલ્ય શ્રાવકને ‘વાણિયા' ન કહેવાય. ભગવાનના
૫૯
For Private And Personal Use Only