________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપાસક શ્રાવક હોય, વાણિયો ન હોય. આથી તમારે પૂછવું હોય તો એમ પૂછો કે આ ગામમાં શ્રાવકના ધર કેટલા છે??
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કહેતા કે કદાચ જનસમુદાયની ભાષામાં તુચ્છકારો હોય તો ક્ષમ્ય ગણીને ચલાવી લેવાય, પણ સાધુની વાણીમાં કદી તુચ્છકાર ન હોય. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી એક શિખામણ વારંવાર આપતા અને ભારપૂર્વક કહેતા, “જગતની ભાષામાં નહિ, પણ જગતપતિની ભાષામાં બોલો. જુઓ, સમવસરણમાં ઉચ્ચારાયેલી ભગવાનની વાણીમાં કેટલું અપાર માધુર્ય અને અખૂટ વિવેક પ્રગટેલાં છે, ભગવાનનાં સંબોધનો પણ કેટલાં બધાં નમ્રતાયુક્ત છે! તેઓ 'મોઃ લેવાનુપ્રિય' એમ કહીને જ સંબોધન કરે છે.’ એમના વિધાગુરુ મહેસાણાના પંડિત પુખરાજીએ કહયું, “ સંયમના સાચા ત્યાગી હોવા છતાં તેઓશ્રીની ભાષામાં હમેશાં મધુરતા જ હતી. નાના, મોટા, ત્યાગી અને ગૃહસ્થને પણ તેઓશ્રી ‘જી’ કહીને જ બોલાવતા અને તરત જ કાંઇ કામકાજ હોય તો જણાવવાનું કહેતા."
વ્યક્તિ પોતે વાણીસૈંયમ ધરાવતી હોય, પણ જયારે સામી વ્યક્તિ ગુસ્સે થઇ હોય, અકળાઇ હોય, ભાન ભૂલીને બોલતી હોય ત્યારે વાણીસંયમની સાચી કસોટી થતી હોય છે. એક વાર એમની નજીક બેઠેલા એક નાના સાધુએ કોઇને કંઇક કઠોર શબ્દો કહ્યા. પૂ. આચાર્યશ્રીએ એને ઠપકો આપ્યો નહિ. એવો ઉપદેશ પણ આપ્યો નહિ કે સાધુને આવો આચાર શોભે નિહ,બલ્કે એ સાધુને પ્રેમથી પાસે બોલાવીને એની પાસે ત્રણ વાર બાલાવડાવ્યું | WILL NEVER BE ANGRY' (હું કદી ગુસ્સે થઇશ નહિ) આવી પ્રેમભરી એમની સમજાવવાની અને શિખામણ આપવાની રીત હતી.
સાધુજનોનો સમુદાય બેઠો હોય અને કયારેક કોઇ શ્રાવક ઉત્તેજનામાં બોલી જાય, ત્યારે બીજા સાધુઓ સાહિજક રીતે જ જડબાતોડ જવાબ આપવાનો પ્રયત્ન કરતા. આ સમયે પૂ. આચાર્યશ્રી કહેતા, “તમારા મનને કહી દો કે આ ‘રોગ નંબર’ છે.આપણે ધેર ફોન આવ્યો હોય, માણસ ગમે તેટલું બોલતું હોય, પણ તમે માત્ર એટલું જ કહો કે આ રોંગ નંબર છે,તો તે કેવો ઠંડોગાર થઇ જાય છે !''
આવી ગમ્મતથી પૂ. આચાર્યશ્રી પરિસ્થિતિને સંભાળી લેતા હતા. ગુસ્સે થયેલો શ્રાવક કે ગુસ્સે થવા જતા સાધુ શરમાઇ જતા.
એમના જીવનમાં નખશિખ વિનય હતો. તેઓ કયારેય મળવા આવેલા શ્રાવકને ઊભા થવાનું કહે નહિ. કોઇ મળવા આવ્યું હોય અને વાતચીત પૂરી થઇ ગઇ હોય અને તે આપમેળે ઊભા થાય તો બરાબર છે, પણ પોતે કદી એને ઊભા થવાનું કહે નહિ. આમાં ક્યારેક તો ગોચરીનો સમય વીતી જતો.
G
For Private And Personal Use Only