________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક તો આનાથી ભૂમિ પરના જીવજંતુઓની જયણા રાખી શકાય. પણ એથીયે વિશેષ તો આ એમની નેત્રસંયમની ઊંચી સાધનાનું પ્રાગટ્ય હતું. તેઓ માનતા હતા કે ટૈષ્ટિનું કામ તો સ્વાધ્યાય, દર્શન અને જયણાનું છે. તેઓ કહેતા, “આ આંખો તો ભગવાનના દર્શન માટે અને જ્ઞાનના પ્રકાશ માટે છે, અત્રતત્ર જોવા માટે નહિ.” કવિચત્ કોઇ શ્રાવક એમ પૂછી બેસે કે આપ સદાય નીચી દૃષ્ટિ શા માટે રાખો છો?'' તો તેઓ કહે, “જોવાના હોય તો તે તીર્થંકર પરમાત્માને. બીજું સંસારમાં જોવાનું છે શું?” આ રીતે એમના દૃષ્ટિસંયમમાંથી જગતવ્યવહારની એમની નિર્લેપતા સતત પ્રગટ થતી હતી. અષ્ટપ્રવચનમાતાનું યથાર્થપણે પાલન કરતા હતા. આપણે સ્થૂલીભદ્રનું જીવન જાણીએ છીએ. શાસ્ત્ર અને ગ્રંથ એમને નેત્રસંયમ અજોડ હોવાનું વર્ણવે છે. આજના સમયમાં એની આછી ઝાંખી થઇ પૂ. કૈલાસસાગરસૂરિજીના જીવનમાંથી. કયારેક કોઇ શ્રાવિકા વાસક્ષેપ નંખાવવા આવે ત્યારે, પૂ. આચાર્યશ્રી વાસક્ષેપ નાખે પણ આંખ તો નીચીજ હોય. એ પછી શ્રાવક વાસક્ષેપ નખાવવા આવે અને એ કહે કે આજે સવારે જ શ્રાવિકા આપના દર્શન-વંદન કરવા આવ્યાં હતાં. આચાર્યશ્રીએ ઊંચી નજરે જોયું હોય તો ખ્યાલ હોય ને? તેઓ નિખાલસતાથી કહેભાઇ, મને એની ખબર નથી” આવો જ અદ્ભુત એમનો વાણીસંયમ હતો. તેઓ પૂર્ણ વિચાર કરીને જ બોલતા. બોલતાં પહેલાં વિચાર કરતા કે હું જે વચનો કહેવા માગું છું એનાથી કોઇને દુ:ખ તો નહિ થાય ને? વળી પોતાનાથી ખોટું ન બોલાઇ જાય કે ખોટા ઉપદેશ ન અપાઇ જાય તેની પૂર્ણ જાગૃતિ રાખતા. તેઓ વારંવાર કહેતા, “આ ભવ જીભનો દુરુપયોગ કરીએ તો પછી જીભ નહિ મળે. કાનનો દુરુપયોગ કરીએ તો પછી કાન નહિ મળે. પરભવમાં આ બધી વસ્તુઓ દુર્લભ બની જશે.” આથી પોતાના સાધુજીવનમાં તેઓ પરિનંદાથી સદાય દૂર રહ્યા. એમના મુખેથી કોઇ ગૃહસ્થ કે સાધુ વિશે કોઇ ટીકા-ટિપ્પણ સાંભળવા ન મળે. કદી કોઇના દોષની વાત પોતે કરે નહિ અને કોઇ કરે તો તરત જ એને અટકાવી દે. કોઇ સાધુ કે ગૃહસ્થ ક્યારેક અસાવધાનીથી એમની આગળ આવી કોઇ ટીકા કરવા જાય તો એને તરત જ રોકીને પૂ. આચાર્ય કૈલાસસાગરસૂરિજી કહે કે, “જીવ છદ્મસ્થ છે. કર્મને આધીન છે. કોઇ વ્યક્તિ ભૂલ કે દોષ કરે,પરંતુ આપણે તો એમાંથી એના સદ્દગુણ જ જોવાના અને ગ્રહણ કરવાના હોય, દુર્ગુણ નહિ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૨૦૦૪માં મુંબઇના કોટ વિસ્તારમાં પધરાજ પર્યુષણ ઉજવાતાં હતાં. આ સમયે પૂજય પંન્યાસ શ્રી કૈલાસસાગરજી કોટના ઉપાશ્રયમાં બિરાજમાન હતા. શ્રાવકો જાય ત્યારે બહુ ઓછું બોલે. મોટે ભાગે તો ધ્યાનમાં અને જાપમાં હોય. બહાર હોય ત્યારે માત્ર નીચી નજરે વાસક્ષેપ નાખે.
૫૮
For Private And Personal Use Only