________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામકિશનદાસજીએ પૂજય મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજને વિનંતી કરી કે ત્રણ મહિના માટે પૂજય મુનિશ્રી આનંદસાગરજીને મારી સાથે મોકલો. ત્રણ મહિના બાદ હું જ આપશ્રીના ચરણોમાં આવીને એમને દીક્ષા અપાવીશ. આવા અભિગ્રહનું પચ્ચખાણ પણ કર્યું. પરિણામે અનિચ્છાએ મુનિશ્રી આનંદસાગરજીએ અત્યંત વેદનાભર્યા હૈયે મુનિવેશ ત્યજીને ગૃહસ્થની વેશભૂષા ધારણ કરી. પૂજય ગુર મહારાજને વંદન-નમસ્કાર કરીને મુનિશ્રી આનંદસાગરજી પાછા ફર્યા. આસો સુદ પૂનમ પછીનો એ સમય હતો. બધા અમદાવાદ સ્ટેશન પર આવ્યા અને પંજાબ તરફ રવાના થયા. કાશીરામના જીવનમાં કેવા કેવા પલટા આવ્યા. સિધ્ધિ માટે ખૂબ પ્રયાસ કર્યો અને જયાં માર્ગ મળ્યો ત્યાં બધી દિશાઓ એકાએક બંધ થઈ ગઈ. જીવન કેવું ચકરાવે ચડ્યું. ઠેર ઠેર ફર્યા. માંડ ગુરુ મળ્યા. કોઈ પૂર્વના ઋણાનુંબંધ સંબંધે પૂજય તપસ્વીજી મહારાજે દીક્ષા આપી. આટલી મહેનત અને પ્રવાસનું આ પરિણામ? દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યા જેવું થયું. ઓહ દેવ! મારું ભાવિ શું હશે? મારી ગતિ શું હશે? શું અધ્યાત્મની ઝંખના અતૃપ્ત રહેશે? સાધુતાની સિધ્ધિ નહી થાય? કાશીરામ આનંદસાગરમાંથી પુનઃ કાશીરામ બની ગયા. સાત મહિનાની દીક્ષા બાદ ફરી ઘેર પાછા ફર્યા, પણ હવે મન પલટાઈ ચૂકયું હતું. દિશા નકકી થઈ ચૂકી હતી. ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હતું. જે દિવસે કાશીરામ જગરાંવમાં પહેંચ્યા ત્યારે તેમના કુટુંમ્બીજનોએ જગરાંવમાં આવેલી રૂપચંદજી મહારાજની સમાધિ પાસે ચોખ્ખા ઘીના લાડુ વહેંચ્યા. કાશીરામના દાદા ગંગારામજી બજારની કોઈ ચીજ લાદ: નહિ કે ખાતા પણ નહિ. વળી ઘરમાં હંમેશાં ચોખા ઘીનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા. આ સમયે કાશીરામના મનમાં પારાવાર વેદના થતી હતી. પિતાજી એમના પર ખૂબ નારાજ હતા. એમની સાથે બોલવાનું પણ બંધ કર્યું હતું. એમની માતા રામરખીદેવીએ કોઈ ઠપકો આપ્યો નહિ. અંતરના ભાવથી એમણે પોતાના પુત્રને આવકાર આપ્યો. આ સમયે કાશીરામ પર સતત ચોકી પહેરો હતો. તેઓ કયાંય એકલા જઈ શક્તા નહિ. એમની સાથે એમના પર કોઈ ધ્યાન રાખનાર તો હોય જ. એમના સ્વજનોએ ખૂબ આગ્રહ કર્યો કે તમે શ્વેતામ્બર આમ્નાયની દીક્ષા ન લો. તમારે દીક્ષા લેવી હોય તો ભલે લો પરંતુ આપણા સંપ્રદાયમાં લો. રામકિશનજીની ઇચ્છા એવી હતી કે એમનાં પુત્રે દીક્ષા લેવી જ હોય તો
સ્થાનકવાસી સંપ્રદાયના મહારાજ પૂ. ફૂલચંદજી પાસે દીક્ષા લે. એ મહારાજ પ્રત્યે કાશીરામજીને ઊંડો આદર હતો. મહારાજ પણ કાશીરામ તરફ પ્રેમ
३४
For Private And Personal Use Only