________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના ત્રણે વડીલોને સન્મુખ ઊભેલા જોઇને પૂ. મુનિશ્રી આનંદસાગરજી અત્યંત આશ્ચર્ય પામ્યા. રામકિશનદાસજીએ પોતાના પુત્ર સમક્ષ પહેલાં રોષ ઠાલવ્યો. રાત-દિવસ કરેલી ચિંતાની વાત કરી. ઘરમાં કેવો કલ્પાંત થયો, તે કહ્યું. હવે કૃપા કરીને ઘરે પાછા ફરવા જણાવ્યું.
સસરા કાકુરામજીએ કહ્યું કે, ‘એમણે શાંતાદેવીનો પણ વિચાર કરવો જોઇએ.’ કાકા જયરામદાસજીએ કહ્યું કે અમે તને લેવા આવ્યા છીએ. કોઇ પણ સંજોગોમાં તને લીધા વિના અમે પાછા જવાના નથી. જરૂર પડશે તો કોંગ્રેસના આગેવાનોની મદદ લઇશું.
મુનિ આનંદસાગરજીએ કહ્યું, “હવે તો હું દીક્ષિત થયો છું. મારે ઘેર આવવું નથી” એમણે અઠ્ઠમનું પચ્ચખાણ કર્યું. રામકિશનદાસજી પોતાના વિચારમાં દૃઢ અને એટલા જ મક્કમ હતા. એમણે કહ્યું કે, ‘તું અમારી સાથે આવીશ નહિ ત્યાં સુધી અમે બધા અહીં જ અનશન કરીશું.’
વળી ગળગળા અવાજે રામકિશનદાસજીએ વિનંતી કરી કે એકવાર ઘેર આવી જા. પછી હું તને દીક્ષા અપાવીશ. આમ બંને મક્કમ હતા. કોઇ કોઇને મચક આપે નહિ. એક દિવસ પસાર થઇ ગયો. બીજો દિવસ પણ વીતી ગયો. આખરે ગુરુ મહારાજે આવી વિકટ પરિસ્થિતિ જોઇને મુનિશ્રી આંનદસાગરજીને કહ્યું, “હજી તો તમે કાચી દીક્ષા લીધી છે. ભાવ જાગે તો ફરી આવજો. પણ આ બધા અનશન પર બેઠા છે અને એમનો આટલો બધો આગ્રહ છે તો તમે પાછા જાવ.’
પૂજય આનંદસાગરજી મહારાજ મનોમન વિચારવા લાગ્યા કે મારો ધર્મ તો કહે છે કે નાનામાં નાના જીવની ચિંતા કરવી અને મારા નિમિત્તે મારા કુટુંબને કેટલો બધો સંતાપ થયો! સહુને સતાપ આપીને હું સાધુ બનેં એનો અર્થ શો? એમના હૃદયમાં કરુણા જાગી ઊઠી.
વિચાર કરવા લાગ્યા કે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામીએ દીક્ષા
ગ્રહણ કરતાં પૂર્વે પોતાના મોટાભાઇની રજા લીધી અને પોતે પ્રભુ મહાવીરના અનુયાયી બને અને મોટાભાઇની કે પિતાની વાત ન સ્વીકારે તે કેમ ચાલે? આથી નક્કી કર્યું કે મારું પહેલું કામ મારા ઘરનો સંતાપ દૂર કરવાનું છે. નજીકના લોકોને સંતાપમાં રાખીને કઇ રીતે પોતે બીજે સમતા પ્રગટાવી શકે? વળી વિચાર કર્યો કે અનંતાજીવોની દ્રવ્યદયા કરતાં એક જીવની ભાવદયા અનંતગુણી વિશેષ ઉપકારક હોવાથી પ્રાણાંતે પણ મારાથી દીક્ષાનો ભંગ ન
જ થાય.
કુટુંબીજનોનું કલ્પાંત જોયું જતું નહોતું. પૂજય તપસ્વીજી મહારાજ પણ વિમાસણમાં પડી ગયા, આમ છતાં મુનિશ્રી આનંદસાગરજીનો નિર્ધાર હજી અડગ હતો. હવે કરવું શું? આખરે વચલો માર્ગ શોધવામાં આવ્યો. પિતા
૩૩
For Private And Personal Use Only