________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
NOVE
નિરાકારમાં પણ એની પ્રતિમા હ્રદયમંદિરમાં તો ઊભી હોય છે જ. વળી આવા પ્રેમ વિના સેવા, ભક્તિ, વિનય જેવા ગુણો આવતા નથી.” યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીએ ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ, બૌધ્ધ ધર્મ અને હિંદુ ધર્મમાં મૂર્તિપૂજાનું મહત્ત્વ દર્શાવીને કહ્યું કે કોઇ ને કોઇ રૂપે પ્રેમ અને પૂજયબુધ્ધિથી મૂર્તિપૂજા કાયમ રહે છે. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીના આ પુસ્તકમાં આર્યસમાજીઓ વિશે કહ્યું છે “આર્યસમાજીઓ સહસ્રશીર્ષાઃ સહસ્રપાવાઃ એ વેદમંત્રને વૈરાટ પ્રભુના મંત્રરૂપે સ્વીકારીને પ્રભુની સાકારતાનો સ્વીકાર કરે છે, તેથી તે પણ એક જાતની સાકાર જગતમાં પ્રભુ જોવાની મૂર્તિપૂજા જ છે. આર્યસમાજીઓ, આર્યસમાજના સ્થાપક શ્રી દયાનંદ સરસ્વતીની છબીને માન આપે છે અને તે છબી દ્વારા સ્વામીજીનું સંસ્મરણ કરે છે તે પણ એક જાતની પ્રેમ દ્વારા મૂર્તિપૂજા જ છે તથા આર્યસમાજીઓ જડ એવા યજ્ઞોની માન્યતા માને છે અને તેના ઉપર પ્રેમ ધારણ કરે છે તે પણ એક પ્રકારની પ્રેમ દ્વારા થતી જડ યજ્ઞ સાકાર મૂર્તિપૂજા જ છે.”
વળી આ જ પુસ્તકમાંથી જૈન શાસ્ત્રોમાં મૂર્તિપૂજાના પ્રાચીન ઉલ્લેખો મળ્યા. સ્થાનકવાસી સમુદાયની માન્યતાઓની પણ આમાં આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીએ ચર્ચા કરી છે. ધ્યાન માટે આલંબનરૂપ મૂર્તિનુ મહત્ત્વ દર્શાવ્યું અને એ રીતે મૂર્તિપૂજા વિશે શાસ્ત્રસિધ્ધ જાણકારી મળી. મુનિશ્રી આનંદસાગરના હૃદયમાં ભારે આઘાત થયો. આજ સુધી પોતે અસત્ય અને અંધકારમાં રહ્યા તેથી ખૂબ ગ્લાનિ થઇ. મનમાં પ્રાયશ્ચિત્તનો ભાવ જાગ્યો. એમ થયું કે પોતે અજ્ઞાનમાં મૂર્તિપૂજાનો કેવો આંધળો વિરોધ કર્યો! મુનિશ્રી આનંદસાગરજીને થયું કે પોતે મૂર્તિને પથ્થર કહીને મોટી આશાતના કરી છે તેનું પ્રાયશ્ચિત્ત કરવું જરૂરી છે. આ પશ્ચાત્તાપનો ભાવ એમનામાં જીવનભર રહ્યો. સાથોસાથ શ્રી જિનેન્દ્ર મૂર્તિપૂજા પ્રત્યે અખંડ અને અતૂટ શ્રધ્ધા જાગી. અધ્યાત્મનો નવો પ્રકાશ મળ્યો. એ પછી તેઓ શ્રી સુવિધિનાથ પરમાત્માની પ્રતિમાને સાક્ષાત્ જિનેન્દ્ર પરમાત્મા માનીને જ વંદન અને ચૈત્યવંદન કરતા હતા -
*
કાશીરામના પિતા, કાકા અને સસરા પેથાપુર પહોંચ્યા. ઉપાશ્રયની માહિતી મેળવી. તેઓ ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યારે પૂ. મુનિશ્રી આનંદસાગરજી ગોચરી પતાવીને સ્વાધ્યાયમાં તલ્લીન થઇને બેઠા હતા. ઉપાશ્રયની બહારના હૉલમાં બેસીને તેઓ એકાગ્રતાથી અભ્યાસ કરતા હતા, જયારે બાજુના ઓરડામાં એમના ગુરુ મહારાજ વિશ્રામ લેતા હતા. ગુરુ મહારાજની વૃધ્ધ અવસ્થા હતી અને તેમાં પણ સતત તપશ્ચર્યા ચાલતી હતી.
૩ર
For Private And Personal Use Only