________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો બાજુએ રહી, પણ પોતાની મૂડી પણ ગુમાવી. બીજાએ મૂડી જાળવી રાખી અને ત્રીજાએ મૂડીમાં વધારો કર્યો. ભગવાન મહાવીરે આ દૃષ્ટાંત આપીને કહ્યું કે કેટલાક માણસો એવા હોય છે કે જે મનુષ્યત્વરૂપી મૂળ મૂડી પણ ગુમાવે છે અને દાનવ બની જાય છે. કેટલાક આ જીવનમાં માત્ર એ મૂડી જાળવી રાખે છે, જયારે કેટલાક એ મૂડીને બમણી કરે છે, અર્થાત્ મનુષ્યત્વનો વિકાસ સાધીને ઉચ્ચ ગતિ પામે
વેપારીના દીકરા કાશીરામ વિચારે છે કે આ જીવનમાં કેવો વેપાર કરવો છે? મનુષ્યત્વની મૂડી જાળવી રાખવી છે કે પછી એમાં ઉમેરો કરીને ઉચ્ચ ગતિ પામવી છે? કાશીરામ વિચારે કરે છે ત્યાં એમની નજર સામે બેઠેલાં સ્વસ્થ અને સુશીલ શાંતાદેવી પણ કાશીરામના ઉચ્ચ ભાવોને પારખી ગયાં. સંસારનો સંગ કરે તેવા સાથી મેળવવા સહજ છે, પણ અધ્યાત્મના માર્ગે ઉન્નત જીવનનાં સાથી મળવા દોહ્યલાં છે. કોઈ ખુશનસીબને જ આવી જીવનસંગિની મળે જે માત્ર સહધર્મચારિણી નહિ, પણ ધર્મનો સહયોગ સાધનારી હોય. શાંતાદેવી અત્યંત સૌમ્ય, શાંત અને સ્વરૂપવાન હતાં. એથીય વધુ કુદરતનો સંકેત તો કેવો કે એ એમના વિચારને બધી રીતે અનુકૂળ હતાં. જીવનમાં ક્યાંક નસીબ તપાવે છે, તો ક્યાંક શીળો છાંયડો પણ આપે છે. શાંતાદેવી કાશીરામની ધાર્મિક વૃત્તિને બરાબર જાણતાં હતાં. એમના હૃદયમાં પણ અધ્યાત્મજ્ઞાન માટેની અદમ્ય જિજ્ઞાસા હતી. વ્યવહારકાર્યમાંથી અવકાશ મળે કે તરત કોઈ ધર્મપુસ્તક વાંચવા બેસી જતાં. કાશીરામ સાથેની વાતચીતમાં એમની ધર્મપારાયણતા સતત પ્રગટ થતી, કોઈ વાર મહેલમાં રહેવા છતાં વૈરાગી એવા ભગવાન મહાવીરની વાત કાશીરામ કરે, તો શાંતાદેવી પિતાના વચનને ખાતર રાજસિંહાસન છોડીને વનવાસીનું જીવન જીવતા રામની વાત કરે. બંનેની વાત ભિન્ન હતી, પણ એનો મર્મ સમાન હતો. યુવાન દંપતીના જીવનમાં પ્રણયની હેલી વરસવાને બદલે સંયમની સ્વસ્થતા પ્રગટ થઈ. યૌવનના ધસમસતા ઉછાળને બદલે જીવનદર્શનની નક્કર ઘીટતા પ્રગટ થઈ અને એથી જ કાશીરામની સાધુ થવાની ભાવના જાણી ત્યારે આ દંપતીના જીવનમાં સોનાનો સૂરજ ઊગ્યો. આ સાધુતા પામવા માટે કાશીરામને જીવનમાં અનેક અવરોધો વેઠવા પડયા. એને પાર કર્યા બાદ કાશીરામે પૂજય કૈલાસસાગરજી બન્યા! કાશીરામના ગૃહત્યાગ પછી શાંતાદેવીનું જીવન પણ સંસારમાં હોવા છતાં એક સાધ્વીનું જીવન બની રહ્યું. ઘરમાં સહુ કોઈ એમનો આદર કરતાં. વિદ્યાવતીજી હોય કે રામરખીદેવી હોય, પણ બધાં જ શાંતાદેવીને સાક્ષાત દેવી જ માનતાં.
૪૭
For Private And Personal Use Only