________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“હૃદયની ગતિ એક અને ચરણનાં ચાલવા જુદા!” ગુજરાતના કવિવર ન્હાનાલાલની આ પંક્તિમાં માનવહૃદયને ભેદતી વેદનાનો અણસાર મળે છે. માનવીનું હૃદય કોઈ ઉન્નત પથ પર યાત્રા કરવા ચાહતું હોય. પણ સંસારનો વ્યવહાર એ માનવીને ક્યાંક બીજે જ ખેંચી જાય છે. કાશીરામ જુદી જ માટીના માનવી હતા. એમનું જીવનધ્યેય અને આદર્શ જુદાં હતાં. શાંતાદેવી સાથે સંસાર માંડ્યો હતો, પણ મનમાં સહેજે શાતા નહોતી. એમનું ચિત્ત વિચાર કરતું કે શું મારી અધ્યાત્મઝખના છોડીને આ સંસારસાગરના પ્રવાહમાં સામાન્ય માનવીની જેમ તણાવા લાગું? કે પછી એને સામે પૂર તરીને સંસારના વમળના આવતમાંથી બહાર નીકળીને ઊર્ધ્વગતિ સાધું? સો ડૂબતામાંથી એક તરી નીકળે એમ તરી નીકળવું કે પછી સંસારનો સામાન્ય માનવી જીવે છે તેવું મૃત્યુથી વ્યાકુળ એવું સામાન્ય ભૌતિક જીવન જીવી જવું.? સંસારનો સાગર પાર કરવા માટે અપ્રતિમ પુરુષાર્થ જોઈએ. પ્રબળ આત્મબળ વિના વ્યકિત આવા સાગરને પાર કરી શકે નહિ. શું પોતે સંસારસાગરમાં જ આગ્રહો અને દુરાગ્રહોના મગરમચ્છોની વચ્ચે તેમ જ રાગ અને દ્વેષની ભરતી-ઓટ વચ્ચે જ જીવશે કે પછી દીક્ષારૂપ પુરુષાર્થથી સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરીને એને પાર પહોંચશે? કાશીરામ વિચારે છે કે આજસુધી કરેલી અધ્યાત્મની ઉપાસના અને સ્વાધ્યાયનો સંગ છોડીને અવિદ્યાના અરણ્યમાં કે વૃત્તિઓના વનમાં જઈને વસવું છે? ના, ના' અંતરની ઊંડી ગુફાઓમાંથી કાશીરામને કોઈ સાદ કરી રહ્યું છે. એનો આતમરામ કહે છે કે હવે ગમે તે પરિસ્થિતિમાં પાછાં પગલાં ભરવાં નથી. હૃદયનો ઉત્સાહ કહે છે, “કાશીરામ! આગળ વધ! જ્ઞાન મેળવીને જ્ઞાની થા! ભકત બની ભકિત કરી જાણ. મુકિતની સાચી ઝંખના હશે તો મુકિતનાં દ્વાર તારે કાજે ખુલ્લાં થશે.” કાશીરામના ચિત્તમાં ધર્માભ્યાસના સંસ્કારો જાગી ઊઠે છે. ભગવાન મહાવીરની વાણી કાશીરામના હૃદયમાં ગુંજવા લાગે છે
'माणुसत्तं भवे मूल लाभो देवगई भवे। मूलच्छेएणं जीवाणं, नरगतिरिकखत्तणं धूवं॥ મનુષ્યભવ પામવો એ તો મૂળ સંપત્તિને સુરક્ષિત રાખવા જેવું છે. દેવગતિ મેળવવી એ જ લાભ છે, પરંતુ મનુષ્યભવ પછી નરક કે તિર્યંચગતિ પામવી એ તો પોતાની મૂળ પંજી (મનુષ્યત્વ) ખોઈ નાખ્યા જેવું ગણાય.’ કાશીરામને ભગવાન મહાવીરની એક કથા યાદ આવી. ત્રણ વેપારી થોડી રકમ લઈને પરદેશમાં કમાવા ગયા. એકે વેપારમાં ખોટ કરી. નફાની વાત
४६
For Private And Personal Use Only