________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગળ એમ કહે કે પૂ. ભદ્રકરસૂરિજી મારા વિદ્યાગુરુ છે. આ અંગે પૂ. મકરસૂરિજીએ કહ્યું કે, પછી તો પૂ. કૈલાસસાગરજીનો અભ્યાસ એટલો બધો થયો કે હું એમની પાસે ભણું એવી એમણે યોગ્યતા મેળવી હતી, છતાં જિંદગીભર એ ઋણને એમણે યાદ કર્યું. પૂ. કૈલાસસાગરજીના પુણ્યોદય કે એમને પૂ. ઉદયસૂરિજી પાસે શાસ્ત્રાભ્યાસની તક મળી. એક સમયે અમદાવાદના પાંજરાપોળના ઉપાશ્રયમાં પૂ. ઉદયસૂરિજી મહારાજનો ચાતુર્માસ હતો. કલાસસાગરજીને એમણે અભ્યાસ માટે બપોરના બે વાગ્યાનો સમય આપ્યો હતો. અમદાવાદના ધોમધખતા તાપમાં પૂ. કૈલાસસાગરજી હાજર થઈ જતા. એમની પાત્રતા કોઈને પૂ. ઉદયસાગરજીએ એમને ગહન જ્ઞાન આપ્યું. આચાર્ય ઉદયસૂરિજી મ. સા. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના : પટ્ટધર હતા. તેઓ ગીતાર્થ, આગમના જ્ઞાતા તથા શિલ્પ અને જયોતિષના મર્મજ્ઞ હતા. વળી એમના જીવનમાં સંયમની નિર્મળ સાધના જોવા મળતી હતી. સાધુજીવનના મૂળ સૂત્રો – છંદ સૂત્રો તે એમની પાસેથી શીખ્યા અને સાધુતાનો ખરો મર્મ પામ્યા. કોઈ વાર પૂ. ઉદયસૂરિ મહારાજને મળવા ગયા હોય તો એમનાં કપડાં લઇને આવે. કાપ કાઢવા બેસે. ક્યારેક તો એમની આગળ કપડાંનો ઢગલો થઈ જાય. તેઓ કહેતા કે ગુરુ મળે તો આવા મળે કે જેમના જ્ઞાન અને ચારિત્રથી જીવન ધન્ય થઈ જાય. તેઓ પૂ. ઉદયસૂરિજી મહારાજને પ્રણામ કરતા ત્યારે પોતાના માથાથી એમના ચરણનો સ્પર્શ કરતા. કોઈ વાર કોઈ સાધુ કે શ્રાવક પૂછે, “મહારાજ, આટલી બધી સેવા કેમ કરો છો?” ત્યારે પૂ. કૈલાસસાગરજી જવાબ આપતા, “તમે પ્રોફેસર પાસે જાવ છો તો કેટલા બધા પૈસા આપવા પડે છે? કેટલો બધો ખર્ચ કરવો પડે છે ? જયારે મને તો આ ગુરુજનોએ કેવું નિ:સ્વાર્થભાવે રાાન આપ્યું છે. એમની જેટલી સેવા કરીએ તેટલી ઓછી. એમના આશીર્વાદ અને સેવાથી જ મારી વિદ્યા ફળે.” જીવનભર પૂ. કૈલાસસાગરજી પોતાના વિદ્યાગુરુઓનું સન્માનપૂર્વક સ્મરણ કરતા હતા. પોતે આચાર્ય થયા, છતાં એમને વંદન કરતા. કોઈ નાનો સાધુ હોય તેમ છતાં એ વિદ્યાવાન હોય તો એમના ચરણમાં બેસવામાં કદી ક્ષોભ અનુભવતા નહિ. તલસ્પર્શી અધ્યયનની સાથે એમની ગુરુઓની સેવા પણ એવી જ હતી. આ ગુરુઓને તેઓ વારંવાર વિનંતી કરતા કે એમની સેવાનો લાભ આપે. આવો હતો ગુરુ પ્રત્યેનો અપૂર્વ સમર્પણભાવ. કોઈ એક શાસ્ત્રની નહિ, પણ અનેક વિષયની જાણકારી મેળવવાની પૂ.
પર
For Private And Personal Use Only