________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૈલાસસાગરજીને ધગશ હતી. જૈનદર્શન હોય કે જૈન ભૂગોળ હોય, પણ બધે જ એમની જ્ઞાનપિપાસા વિહાર કરતી. એમના જીવનકાળમાં લગભગ દસેક હજાર જેટલાં પુસ્તકો એમણે વાંચ્યાં હશે. 'સ્વાધ્યાયત મા પ્રમીત્ર' (સ્વાધ્યાયમાં કદી પ્રમાદ કરવો નહિ) એ પૂ. કૈલાસસાગરજી મહારાજનું સૂત્ર હતું. તેઓ રોજ એ જાગૃતિ રાખતા કે બે હજાર શ્લોકપ્રમાણ થવું જોઈએ. જો એટલો સ્વાધ્યાય ન થાય તો બીજે દિવસે નીવી કરે. છ વિગઈનો ત્યાગ કરે. તેઓ કહેતા, “સ્વાધ્યાય એ સાધુજીવનનો પ્રાણ છે.” કૈલાસસાગરજીની એક વિશેષતા એ એમની સ્મરણશક્તિ હતી. એમણે જેટલા પુસ્તકો વાંચ્યાં હોય એ બધાં એમને યાદ રહી જતાં. કોઈ દિવસ ચર્ચા થાય, કોઈ શાસ્ત્રનો આધાર ટાંકવામાં આવે, એ સમયે પૂ. કૈલાસસાગરજી એ પ્રકારનો શાસ્ત્રીય આધાર કે એને પ્રમાણિત કરતું કથન અન્ય પુસ્તકોમાં છે. એનો હવાલો આપતા હતા. એથીય વિશેષ એ પુસ્તકના ક્યા અધ્યાયમાં યા કેટલામાં પ્રકરણમાં છે પણ તે યાદદાસ્તના આધારે કહી દેતા.આવી જ રીતે તેઓ આગમની વાચના આપતા હોય, ત્યારે બીજા આગમોમાં આ વિષય પર લખાયું હોય તો તેનું પણ ઉદ્ધરણ આપતા હતા. કોઈ સિધ્ધાંતનું બીજા આગમમાં વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હોય તો તેઓની સ્મૃતિ એટલી તીવ્ર હતી કે તરત જ કોઈ પણ પુસ્તકો ફેંદ્યા વિના કહી આપતા કે આનું વિશેષ સ્પષ્ટીક છે. અમુક આગમમાં અમુક સ્થાને મળશે. પૂ. કૈલાસસાગરજી ‘હેમવ્યાકરણનો અભ્યાસ કરતા, ત્યારે બીજા બધા અઘરા સૂત્રોની નોધ કરતા હતા. પૂ. કૈલાસસાગરજી આવી કોઈ નોંધ કરે નહિ અને તેમ છતાં બીજે દિવસે એમને બધું જ યાદ હોય.પરમ પૂજય લાવણ્યસૂરિ મહારાજ વ્યાકરણના પ્રકાંડ પંડિત હતા. એમની પાસે કૈલાસસાગરજીએ વ્યાકરણનો અભ્યાસ કર્યો. પૂ. લાવણ્યસૂરિ મહારાજનો ગણધરવાદ પણ ખૂબ પ્રખ્યાત હતો. જૈનદર્શનની એવી માર્મિક દૃષ્ટાંતસહ વાત કરે કે સાંભળનાર સહુના મનમાં એ સિધ્ધાંત બરાબર ઊતરી જતો. વળી ગણધરવાદની તો એવી રજૂઆત કરે કે સાંભળનારને રડાવી દે. તેઓ માલકૌસ રાગમાં પ્રવચન આપતા. પૂ. કૈલાસસાગરજી આ પ્રવચન એકધ્યાને સાંભળતા હતા. બીજા બધા નોટમાં પ્રવચન ઉતારતા હોય, જયારે કૈલાસસાગરજી તો ઉપાશ્રયમાં આવ્યા બાદ મહત્ત્વના શ્લોક નોંધી લે. વ્યાખ્યાનમાં સાંભળેલા શ્લોક એમને બરાબર યાદ રહી જતા. કોઈ બીજા સાધુથી શ્લોક બરાબર ન લખાયો હોય તો એને પોતાની નોધ આપતા હતા. એક બાજુ પૂ. કૈલાસસાગરજીના જ્ઞાનના સીમાડા વિસ્તરતા હતા. તો બીજી બાજુ અધ્યાત્મસાધનાની ગહન દુનિયામાં વધુ ને વધુ ઊંડે ગતિ કરતા હતા.
પ૩
For Private And Personal Use Only