________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નનો પ્રકાશ લાંબા સમય સુધી છૂપો રાખી શકાતો નથી, તેમ પ્રારંભની સાંસારિક મુશ્કેલીઓ પછી એમની આધ્યાત્મિકતાનું તેજ વધુ ને વધુ પ્રગટ થવા માંડયું. એમની અપૂર્વ યોગ્યતાને કારણે વિ. સં. ૨00૪ના માગશર વદ ૧૦ના દિવસે પૂનામાં પૂજય આચાર્યશ્રી કીર્તિસાગરસૂરિજી મહારાજના વરદહસ્તે એમને ગણિપદ પ્રદાન કરવામાં આવ્યું. એ પછી એમના આત્મજ્ઞાનનો પ્રકાશ વધુ ને વધુ ઝળહળતો રહ્યો. સંઘસેવા અને આત્મકલ્યાણ બને સાથોસાથ ચાલવા લાગ્યાં. વિ.સં. ૨૦૦૫ના માગશર સુદ ૧૦ના દિવસે મુંબઈના ગોડીજી જૈન ઉપાશ્રય(પાયધૂની)માં એમને પન્યાસપદ આપવામાં આવ્યું. વિ. સં. ૨૦૧૧ના માગશર સુદ છઠ્ઠના રોજ સાણંદમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. એ પછીનાં વર્ષોમાં કૈલાસસાગરજીને બધા આચાર્યપદવી માટે આગ્રહ કરતા હતા. આ સમયે તેઓ બધાને કહેતા, “હું આચાર્યપદને યોગ્ય નથી. આચાર્ય તો એમને બનાવવા જોઈએ કે જેઓ કડક થઈને અનુશાસન કરે. મારામાં એવી કોઈ કડકાઈ નથી.” આખરે અતિ આગ્રહને વશ થઈને વિ.સં. ૨૦૨૨ના મહા વદ ૧૧ના દિવસે સાણંદની માનીતી ભૂમિ પર કૈલાસસાગરજીને આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેઓ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના નામથી સર્વત્ર જાણીતા બન્યા. વિ. સ. ૨૦૧૬માં એમના પર સમુદાયની બધી જવાબદારી આવી પડી અને કૈલાસસાગરજી ગચ્છનાયક બન્યા. મહુડી સંઘને કૈલાસસાગરજી મહારાજના બે લાભ મળ્યા. એક તો વિ. સં. ૨૦૨૧માં એમણે મહુડીમાં ઉપધાન કરાવ્યા, વિ. સં. ૨૦૨૪માં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ મહુડી સંઘે તેમને ગચ્છાધિપતિની પદવી લેવાની વિનંતી કરી, ત્યારે કૈલાસસાગરજીએ કહ્યું કે આને માટે યોગ્ય તો પૂજય સુબોધસાગરજી મહારાજ છે. આનું કારણ એ હતું કે પૂજય સુબોધસાગરજી મહારાજ આચાર્ય કીર્તિસાગરજીના શિષ્ય હતા. જયારે પોતે તો આચાર્ય કીર્તિસાગરસૂરિજીના શિષ્ય જિતેન્દ્રસાગરસૂરિજીના શિષ્ય હતા. આથી પૂ. કૈલાસસાગરજીએ પૂ. સુબોધસાગરજીને ગચ્છાધિપતિની પદવી લેવા કહ્યું પણ ખરું, “આપ આનો સ્વીકાર કરો, તમારી આજ્ઞા હું માનીશ.”
પૂજય સુબોધસાગરજી મહારાજે વળતો જવાબ આપ્યો કે, “આવું કદી બને નહિ. આને માટે આપ યોગ્ય છો, તેથી આપ આ પદવી ધારણ કરો.” મહુડી સંઘે અતિ આગ્રહ કર્યો, ત્યારે કૈલાસસાગરજીએ કહ્યું કે દસ લાખ રૂપિયા એકત્રિત કરીને તે રૂપિયાથી સરખા ભાગે દેવ, ગુરુ અને સાધર્મિકોની
૫૪
For Private And Personal Use Only