________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્લડપ્રેશર, વાયુ અને શ્વાસની બીમારી ઘેરી વળી હતી. પૂ. આચાર્યશ્રી કોઈનેય પોતાની શારીરિક વેદનાનો ખ્યાલ આવવા દેતા નહિ. શકય હોય ત્યાં સુધી જીવસેવા અને જિનસેવાનું કામ અખંડ રીતે ચાલુ રાખતા હતા. ખૂબ અશકિત હોવા છતાં હિંમતનગરમાં પ્રતિષ્ઠા પણ કરાવી આપી. આ સમયે આચાર્યશ્રીના દર્શને આવેલા મુંબઈના શનાભાઈ શાહને પૂ. આચાર્યશ્રીએ કહ્યું હતું કે, “પાપકાર્ય તો નથી કરવું, પણ હવે પુણ્ય પણ નથી કરવું, પુણ્ય કર્યાથી શુભકર્મનો બંધ તો થાય જ છે. શુભ-અશુભ કર્મનો છેદ ઊડતો નથી. બને સદેહે ભોગવવા પડે છે અને તે ભોગવવા માટે જન્મ લેવો પડે છે. હવે જન્મ લેવાની ઇચ્છા નથી અને તે માટે પુણ્યથી શુભકર્મનો બંધ થાય તેવું કરવું નથી.”
પૂ. આચાર્યશ્રી અમદાવાદમાં શાંતિનગરના ઉપાશ્રયે આવ્યા. એમને લઈને આવેલા ડોળીવાળાઓ તારંગાના હતા. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ ડોળીવાળાઓને કહ્યું,
“મારે હવે ડોળીની જરૂર નથી અને જરૂર પડવાની પણ નથી”. ડોળીવાળા આચાર્યશ્રીની વાણી સમજી શકયા નહિ. એમને થયું કે નકકી એમનાથી કોઈ ભૂલ થઈ ગઈ લાગે છે. નહિ તો આચાર્યશ્રી આવું કેમ કહે ? ડોળીવાળાએ કહ્યું કે, “અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરો.
પૂ. આચાર્યશ્રી કહે, “ના, એવું કશું નથી, પણ હવે મારે બેસવું નથી. તમતમારે આનંદ કરો”. આચાર્યશ્રીને કયાંય સહેજ પણ દુ:ખાવો થતો તો કાઉસગ્ન કરવા બેસી જતા હતા અને કહેતા, “ હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મારા પ્રાણ કાઉસગ્નમાં જ જાય". બેંગ્લોરથી પૂ. આ. પદ્મસાગરસૂરિજી મહારાજનો પત્ર આવ્યો. ત્યારે આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે, “ તમે ચિંતા કરશો નહિ. દેરાસરમાં જાઉં છું ત્યારે હૃદયમાં થોડી પીડા થાય છે. શ્વાસ વધી જાય છે. પણ તરત જ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે મારી તો પૂર્ણ તૈયારી છે. માત્ર મરણ એવું આપજે કે હું ધ્યાનસ્થ હોઉ અને મૃત્યુ થાય”.
એમના અંતેવાસી શમમૂર્તિ ગણિ શ્રી જ્ઞાનસાગરજી મહારાજને તેઓ છેલ્લે વારંવાર કહેતા, “ આ વર્ષે જ મારે જવાનું છે. અને હું પૂર્ણ તૈયારી કરીને બેઠો છું.” મહાભય એવા મરણના ભયને આચાર્યશ્રીએ જીતી લીધો હતો.
વિ. સં. ૨૦૪૧નો જેઠ સુદ એકમનો દિવસ હતો. પૂ. આચાર્યશ્રી અંકુરના ઉપાશ્રયમાં હતા. બેસતો મહિનો હોવાથી વાસક્ષેપ નખાવવા માટે શ્રાવકોની
૧૫ રે
For Private And Personal Use Only