________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીડ જામી હતી. પૂ. આચાર્યશ્રીને દમનો વ્યાધિ ઉપડયો હતો. શ્વાસ 9:03 ધમણની માફક ચાલતો હતો. માંગલિક બોલતાં બોલતાં પણ હાંફી જતા હતા. પાણી ગળાથી નીચે ઉતારવામાં પણ ઘણી વાર લાગતી હતી. આવે સમયે બીજા સાધુ કહેતા કે અમે શ્રાવકોને વાસક્ષેપ નાખીએ ત્યારે પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી એ સાધુઓને કહેતા,
છેલ્લે છેલ્લે નાખી લેવા દો. જુઓને, એ બધા કેટલી બધી આશા સાથે આવ્યા છે ! "
આ દિવસે ઘણા સાધુ ભગવંતો પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીની સુખશાતા પૂછવા આવતા. સાધુઓની વૈયાવચ્ચ કરવાની એમની ઉચ્ચ ભાવના જે જીવનમાં પ્રગટ થતી રહી હતી તે અંતિમ સમયે પણ જોવા મળી. જે કોઈ સાધુ સુખશાતા પૂછવા આવે એમને પ્રસન્નતાથી કહેતા, “આજે અહીં વાપરીને જાઓ. મને તમારી સેવાનો લાભ આપો.” કેવી અપૂર્વ લઘુતા!
એકમની રાત્રે અંકુરના ઉપાશ્રયમાં શાંતિનગરના શ્રાવકો એમને મળવા આવ્યા. શમમૂર્તિ ગણિ જ્ઞાનસાગરજી બીમાર હોવાથી પૂ. આચાર્યશ્રી એમની સાથે રહેતા હતા. એ રાત્રે શાંતિનગરના શ્રાવકોએ પૂછયું “સાહેબજી, કાંઈ સેવાકાર્ય હોય તો કહો.” પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “મારે કંઈ સેવાની જરૂર નથી, પણ જ્ઞાનસાગરજીની સેવા જરૂર કરજો " કોઈ શ્રાવક એમના સ્વાસ્થ અંગે પૂછે તો એક જ જવાબ મળતો. “મને જીવવાનો મોહ નથી અને મને મરવાનો ડર નથી. જીવશું તો સોહમ્ સોહમ્ કરશું, મરશું તો મહાવિદેહ જઇશું."
આ શબ્દોની પાછળ રહેલો ગૂઢાર્થ કોણ પામી શકે ? મહાપુરુષનો ગૂઢ સંકેતોનો પાર પામી શકવાવાળા આપણે કોણ ?
પૂ. આચાર્યશ્રીએ પોતાની અંગત ડાયરીમાં આ નોંધ કરી હતી. એમણે ત્રણ તારીખ નોધી હતી. પહેલી તારીખ ૨૨મી મે હતી અને પછી બીજા બે દિવસો લખ્યા હતા. ડાયરીના આ પાના પર એમની જન્મ તારીખ હતી અને પછી એમની જન્મકુંડળી હતી. આ ત્રણ તારીખની નોંધ બાદ “આરાધના દિવસ” એમ લખ્યું હતું. આનો અર્થ કે ર રમી મે એ પોતાનો અંતિમ આરાધના દિવસ છે એની આચાર્યશ્રીના પૂરેપૂરી જાણ હતી. જેઠ સુદ એકમની રાતે પૂ. આચાર્યશ્રી માત્ર જવા માટે ઊઠયા ત્યારે એમને શ્વાસની ઘણી તકલીફ હતી. જીવનભર સ્વાવલંબનથી રહેનારા પૂ. આચાર્યશ્રી કોઈનીય સેવા લીધા વિના ઊભા થયા. ચાલવામાં મુશ્કેલી પડતી હતી, છતા ભીંતનો ટેકો લઈને તેઓ માત્રુ ગયા. આ સમયે પૂ. સંયમસાગરજીએ એમને
૧૫૩
For Private And Personal Use Only