________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય આંખો જેને “ચમત્કાર' માને છે, તે હકીકતમાં તો આત્માની અપ્રતિમ તાકાતમાંથી આપોઆપ સર્જાતી સહજ પ્રક્રિયા જ હોય છે. ચારિત્રબળમાંથી જે પ્રગટે તેને આપણે વચનસિધ્ધિ કહીએ છીએ. આત્મબળમાંથી જે સર્જાય એને આપણે ચમત્કાર ગણીએ છીએ. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ ચમત્કારમાં માનતા નહોતા, પરંતુ આવા સંયમી આત્માઓ કે આવા મહાપુરુષો પોતાના પવિત્ર અંત:કરણ અને ઉચ્ચ ચાાિને વશ વર્તીને જે કાંઈ કરે છે તે ચમત્કાર બને છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના પરિચયમાં આવનાર સહુ કોઈ આવી કોઈને કોઈ ઘટનાની વાત કહેશે. હકીકતમાં ચારિત્રવાન વ્યકિતનો શબ્દ કદી વિફળ જતો નથી. __ लौकिकानां हि साधुनाम वागनुवर्तुते ।
ऋषीणां पुनराद्यानां वाचनर्थोडनुधावति ॥ સામાન્ય પુરુષોની વાણી અર્થને અનુસરતી હોય છે, જયારે પરમ ઋષિવરોની વાણી પ્રમાણે અર્થ અનુસરે છે. ' કયારેક એવું બનતું કે ટ્રેનનો સમય થવા આવ્યો હોય, શ્રાવકો સ્વભાવ મુજબ રઘવાટ કરતા હોય, ત્યારે પૂ. કૈલાસસાગરજી કહે, “બહુ ચિંતા ન કરો. તમને ટ્રેન મળી જશે.” અને પછી નીકળવામાં મોડું થાય. વાહન મળવામાં વિલંબ થાય. ગાડીના સમયથી વીસેક મિનિટ મોડા હાંફળા-ફાંફળા સ્ટેશન પર પહોંચે ત્યારે જાણ થાય કે ટ્રેન અડધો કલાક મોડી છે! કોઈ અગિયાર રૂપિયા ધર્મકાર્યમાં ખર્ચી શકે તેમ ન હોય અને પૂ. આચાર્યશ્રી કહેતા કે અગિયાર લાખ વાપરો. ત્યારે સહુને આશ્ચર્ય થતું. પણ એ વ્યકિતના જીવનમાં પરિવર્તન આવતું અને એટલી રકમ ધર્મકાર્યમાં વાપરવાનો લાભ પણ પામતી. પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે કહ્યું કે તેઓ સહજ બોલી જતા અને સારું થઈ જતું. આવી રીતે તેઓશ્રીના પ્રભાવે વ્યકિતનો વળગાડ પણ દૂર થયો હતો. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી સમ ગામમાં હતા. નિયમ મુજબ રોજ બપોરે પુસ્તક અને પાણી લઈને ગામ બહાર કોઈ શાંત જગ્યાએ બેસીને સ્વાધ્યાયધ્યાન કરતા હતા. સમો ગામની બહાર આવેલા એક ખેતરમાં રોજ જાય. ત્યાં શાંત સ્થળે બેસીને સ્વાધ્યાય કરે, સ્વચિંતન કરે અને પછી આત્મધ્યાન કરે. ખેતરનો માલિક સાવ કામ વિનાનો હતો, કારણ કે ખેતરમાં વર્ષોથી કશું ઊગતું જ નહોતું. પણ આ મહાપુરુષનાં પગલાં પડયાં પછી એના આનંદનો પાર ન રહ્યો.. એ વર્ષે ખેતરમાં એટલું બધું ધાન પાકયું કે એને શ્રધ્ધા બેસી ગઈ કે આવા મહાપુરુષોનાં પગલાંથી જ મારી ધરતી મહોરી ઊઠી. ઉજજડ ભૂમિ હરિયાળી બની ગઈ
1
૧ ૧૮
-
C]
-
For Private And Personal Use Only