________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં મળતું બાહ્મણનું વર્ણન કાશીરામના ચિત્તમાં ગૂંજવા લાગ્યું
'जहित्ता पुम्चसंजोगं, नाइसंगे य बन्धवे ।।
जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥ “જે સ્ત્રી-પુરુષ વગેરેના સંબંધોનો, જ્ઞાતિજનો તથા બંધુવર્ગના સંબંધોનો એક વાર ત્યાગ કરીને તથા કામભોગોનો ત્યાગ કરીને ફરી એમાં આસક્ત નથી થતો, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.”
(ઉત્તરા. ૨૫/૨૯) કાશીરામની ઇચ્છા અને ઝંખના તો ભિલું થવાની છે. ‘દશવૈકાલિક સૂત્ર'માં આપેલી ભિક્ષુની ઓળખ કાશીરામના મનમાં તરવરી રહી :
"तं देहवासं असुई असासयं, सया चए निच्चहियट्ठियप्पा । छिंदित्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ।।
(દશવૈ. ૧૦/ર ૧) “પોતાના આત્માનું નિત્ય હિત કરવામાં સ્થિર કરવાવાળો ભિક્ષ, અપવિત્ર અને ક્ષણભંગુર શરીરમાં નિવાસ કરવાનું નિત્ય માટે ત્યાગી દે છે તથા બંધનરૂપ જન્મ-મરણના ફેરાને કાપી નાખીને નિત્ય માટે મોક્ષને પ્રાપ્ત થાય
છે.”
કાશીરામ વિચારે છે કે તેઓ આવા ‘ભિક્ષુ' થઈ શકશે ખરા ? કોણ એમને દીક્ષા આપશે? મનમાં થયું કે આ ગામમાં પણ કોઈ સાધુમહારાજ બિરાજમાન તો હશે ને? આથી કાશીરામે દેરાસરમાં દર્શનાર્થે પ્રવેશતા એક શ્રાવકને પૂછયું, ‘ભાઈ, અહીં કોઈ ઉપાશ્રય છે ખરો ? એમાં કોઈ સાધુમહારાજ બિરાજમાન છે ખરા?" દર્શનાર્થીએ આપેલી માહિતીને આધારે કાશીરામ ઉપાશ્રયમાં પહોંચ્યા અને ત્યાં પૂજય તપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ બિરાજમાન હતા. એમાંય ખબર પડી કે તેઓ તો યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસુરીશ્વરજીના પ્રશિષ્ય અને આચાર્ય કીર્તિસાગરસૂરિજીના શિષ્ય છે, ત્યારે કાશીરામના આનંદનો પાર ન રહ્યો. એમણે પૂજય જિતેન્દ્રસાગરજી મહારાજને વંદન કયાં. ૬૫ વર્ષના જિતેન્દ્રસાગરજીએ આશીર્વાદ આપ્યા અને મોટા અવાજે પૂછ્યું,
ક્યાંથી આવો છો ? શું કરો છો ?" કાશીરામને દહેશત જાગી કે એમનો પરિચય કદાચ ફરી નવું સંકટ ઊભું નહિ કરેને? છતાં એમણે કહ્યું કે પંજાબથી આવું છું. જૈન શ્રાવક છું. પછી તો બંને વચ્ચે નિખાલસ વાતો ચાલી. જિતેન્દ્રસાગરજીએ પૂછયું, અહીં કેમ આવવું થયું?' કાશીરામે કહ્યું, “દીક્ષા લેવાની ભાવનાથી નીકળ્યો છું.'
૨ ૨
For Private And Personal Use Only