________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજય જિતેન્દ્રસાગરજીએ કહ્યું, ‘જો તમારે દીક્ષા લેવી હોય તો હું આપીશ.' જિતેન્દ્રસાગરજી ગૃહસ્થ અવસ્થામાં મહેસાણાના ગાયકવાડી રાજના ફોજદાર હતા. મોટી ઉમરે ફોજદારી છોડીને દીક્ષા લીધી. મનમાં એવો વિચાર આવ્યો કે હવે મારાથી અભ્યાસ કરવો શક્ય નથી. પરંતુ તપ તો કરી શકે? પરિણામે ઉગ્ર તપશ્ચર્યા કરે. છઠ્ઠના પારણે છઠ્ઠ કરે. મોટી અવસ્થાને કારણે સ્વભાવ થોડો ગુસ્સાભય અને જલદ થઈ ગયેલો, તેથી કોઈ સાધુ એમની પાસે ટકે નહિ. આસપાસના ગામડાંમાં ફરીને આવે, પણ મોટેભાગે મહેસાણામાં જ રહે. કાશીરામ તો સાધુદર્શનના પવિત્ર ભાવથી ગયા હતા. એમણે વિચાર્યું હતું કે પહેલાં સંતપુરુષના દર્શન કરી લઉં, પછી બીજી બધી વાત. કાશીરામ વિચારે છે કે મારે તો ચારિત્ર્યબળ, અભ્યાસ વગેરેમાં આગળ વધવું છે. આવા એકાકી અને નિ:સ્પૃહ ગુરુ મારા માટે યોગ્ય જ ગણાય. એમને તો સેવા કરવા અને સંયમમાર્ગે ચાલવા ગુરુની જરૂર હતી. ગુરુના પરિચયની શી જરૂર ? પૂજય જિતેન્દ્રસાગરજી મહારાજે દીક્ષા આપવાની સંમતિ આપી. કાશીરામ માટે આ અપાર આનંદનો પ્રસંગ હતો. કાશીરામનો દીક્ષા માટેનો તીવ્ર તલસાટ શું સૂચવે છે? બીજી વ્યકિત, હારીને, થાકીને અને નાસીપાસ થઈને પાછા ફરી જાય ત્યારે કાશીરામે સંયમમાર્ગે ચાલવા માટે જાણે સંગ્રામ ખેલ્યો. એક પછી એક આપત્તિ આવી. કેટલીક નવી મુશ્કેલીઓ ઊભી થઈ તેમ છતાં ધ્યેયની આરત અને આત્મબળનું તેજ એટલે કે સંયમમાર્ગે ગયા વિના રહ્યા નહિ. સાચે જ કોઈ પૂર્વજન્મની સાધના હોય તો જ આવી સ્થિતિમાં દીક્ષામાર્ગ સૂઝે અને એ માર્ગ પર અડોલ અને અડીખમ રહે. સામાન્ય રીતે માણસ દીક્ષિત થયા પછી ધીમે ધીમે સમજ તો હોય છે એવો આપણો અનુભવ છે, પણ કાશીરામ પહેલાં સમજયા અને પછી દીક્ષિત થયા. દરમિયાનમાં મહેસાણામાં રહેલા પૂજય જિતેન્દ્રસાગરજીને અગ્રણી શ્રાવક પ્રભુદાસભાઈએ કહ્યું પણ ખરું કે “આ જુવાનને દીક્ષા આપવાની ઉતાવળ કરશો નહિ. અત્યારે ચળવળમાં ઘણા યુવાનો પાછળ ધરપકડનું વોરન્ટ હોય છે. પંજાબ કે કલકત્તા તરફથી તેઓ કોઈનું ખૂન કરીને નાસી આવે છે, આથી એવો કોઈ ક્રાંતિકારી ન હોય.” પરંતુ પૂજય જિતેન્દ્રસાગરજી દીક્ષા આપવામાં મક્કમ હતા. એમણે કાશીરામ માટે વેશ તૈયાર કરાવ્યો. મહેસાણામાં તો કાશીરામને ખાનગીમાં દીક્ષા અપાય તેવી કોઈ શક્યતા નહોતી. આથી પૂ. જિતેન્દ્રસાગરજી એમને લઈને ખેરવા ગયા. એમનો વિચાર નજીકના ખેરવા ગામમાં કાશીરામને દીક્ષા આપી દેવાનો હતો. નાનું ગામ એટલે વાત ફેલાય નહિ. ખોટી ચર્ચા થાય નહિ. ખેરવા ગામના શ્રાવકો ભેગા થયા. એમણે કાશીરામને ઘણા પ્રશ્નો કર્યા. કોઈએ પૂછયું, “તમે દીક્ષા શા
For Private And Personal Use Only