________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે લો છો ?” કોઇએ કાશીરામને પૂછયું કે એમનો અભ્યાસ ક્યાં સુધી છે? તો કોઈએ એમની જૈનદર્શનની જાણકારીની ચકાસણી કરી. કાશીરામે 'તત્વાર્થ સૂત્ર'નો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી ધર્મતત્ત્વને લગતા પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપ્યો અને કહ્યું કે પૂરી સમજણ સાથે દીક્ષા લઉ છું કારણકે આ જ માર્ગ જીવનનો સાચો માર્ગ છે અને આનાથી જ વ્યક્તિ મોક્ષમાર્ગ પર ગતિ કરી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્ર' ની એક ગાથા ટાંકીને એમણે કહ્યું.
"नाणस्स सवस्स पगासणाय, अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स च संखएणं, एगन्तसोक्खं समवेइ मोक्खं ॥
(ઉત્તરા. ૩ર ૨) “સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોતના ત્યાગથી તેમ જ રાગ અને દ્વેષના ક્ષયથી એકાંત સુખકારી મોક્ષપદ પામી શકાય છે.” આવું એકાંત, સુખકારી મોક્ષપદ પામવાની ભાવના છે અને તેથી જ દીક્ષા લેવા નીકળ્યો છું. કાશીરામની બોલવાની છટા, વાત કરવાની રીત અને સૂત્રોનો અભ્યાસ જોઇને શ્રાવકોને લાગ્યું કે આ ચેલો તો તરત વ્યાખનાર આપી શકે તેવો છે, આમ છતાં ખેરવાના શ્રાવકો કાશીરામને દીક્ષા આપવા માટે સંમત ન થયા. દીક્ષા આપે અને કંઈ મુસીબત ઊભી થાય તો બાજુમાં આવેલા મહેસાણા ગામના શ્રાવકો જ એમની હાંસી ઉડાવે. કાશીરામને થયું કે માંડ કિનારે આવેલું વહાણ ડૂબવા લાગ્યું. એમણે ખાતરી આપતાં એમ પણ કહ્યું કે જો પોલીસ આવે અને મને કોઈ કારણસર પકડે તો તમારે મારો બચાવ કરવાનો નથી, તો પછી દીક્ષા આપતા તમને કઈ મુશ્કેલી નડે છે? ખેરવાના શ્રાવકો શંકાશાલ બની ગયા હતા. કાશીરામને સંશયની નજરે જોતા હતા. વળી એ સમયે અમદાવાદ અને મુંબઈમાં બાળદીક્ષા પ્રતિબંધની ચળવળ ચાલતી હતી. કાશીરામ તો યુવાને હતા તેમ છતાં ગામના માણસોને ડર લાગ્યો કે કદાચ આવી દીક્ષામાં પણ અવરોધ આવે. લાંબો સમય વિચાર કર્યા પછી ખેરવાના શ્રાવકોએ કાશીરામને દીક્ષા આપવાની ના પાડી. ફરી નિરાશા ઘેરી વળી. કાશીરામે પૂ. જિતેન્દ્રસાગરજીને કહ્યું, “ગુરુજી, તમારે મને દીક્ષા આપવી છે. મારે દીક્ષા લેવી છે, પછી બીજાનો આધાર શા માટે ? ચાલોને, ગામ બહાર કોઈ ઝાડ નીચે મને દીક્ષા આપી
દેજો.”
પૂ. જિતેન્દ્રસાગરજી કહે, “ભલે, તમારી ભાવના જોઈને હું ખુશ થયો છું. અને તેથી જ કોઈ પણ સંજોગોમાં તને દીક્ષા આપવા પૂર્ણ ભાવનાશીલ છું.” પૂ. જિતેન્દ્રસાગરજી પોતાના શિષ્યને તારંગા તીર્થમાં લઈ ગયા. એક તો આ
ર ૪
For Private And Personal Use Only