________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકાંત સ્થળ, જનસમુદાયની અવરજવર પણ ઘણી ઓછી, વળી ટેકરીની સૌથી નજીકના ટીંબા ગામનું અંતર ચાર કિલોમીટરનું. ગામની વસ્તી પણ ઘણી ઓછી. આથી કાશીરામને અહીં દીક્ષા આપવાનું નક્કી કર્યું, જેથી કોઇ અવરોધ ન આવે. તારંગામાં કાશીરામને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ મુનિશ્રી આનંદસાગરજી રાખવામાં આવ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંજાબના જુવાન કાશીરામની ઇચ્છા આખરે સફળ થઈ. સાહસ કરીને સંસારની વાડકૂદી ગયેલા કાશીરામને અનેક મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓનો સામનો કર્યા પછી આખરે સાધુતાનો પંથ મળ્યો ખરો! કાશીરામમાંથી આનંદસાગરજી બન્યા અને જીવનની પરમ ધન્યતાનો આનંદ અનુભવવા
લાગ્યા.
મુનિશ્રી આનંદસાગર તો જૈનોના પાંચ મુખ્ય તીર્થોમાંના એક મહાતીર્થ તારંગા તીર્થ સાથે જોડાયેલી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, પરમાર્હત મહારાજા કુમારપાળ અને ગુજરાતના પ્રતાપી મંત્રીઓ વસ્તુપાળ-તેજપાળની અમીટ યશગાથાઓ સાંભળીને ભાવિવભોર થઇ ગયા. ૧૫૦ ફૂટ લાંબા, ૭૬ ફૂટ પહોળા અને ૧૩૦ ફૂટ ઊંચા દેરાસરની એમણે કદી કલ્પના પણ કરી નહોતી. ‘અજિતપ્રાસાદ' ના નામે ઓળખાતા દેરાસરમાં જઇને એમણે દ્વિતીય તીર્થંકર અજિતનાથ ભગવાનના દર્શન કર્યા.
એકબાજુ નિસર્ગની શોભા જુએ અને બીજીબાજુ ધર્મભાવનાએ સર્જેલી અનેરી કળા જુએ. તારંગા તીર્થના દર્શનથી મનને શાંતિ, ચિત્તને એકાગ્રતા અને હૃદયને ભક્તિભાવથી ભરેલી આધ્યાત્મિકતાનો અનુભવ થયો. આ તારણ-ગિરિ એમને ખરેખર તારણ-ગિરિ લાગ્યો, કારણ કે તે ભવ્યાત્માઓનો સંસારસમુદ્રથી તારણહાર અને ખ઼ાહ્ય તથા આંતરશત્રુઓનો નાશ કરનાર તરીકે સર્વત્ર પ્રચલિત છે.
તારંગામાં દીક્ષા ગ્રહણ કર્યા પછી થોડા દિવસ વ્યતીત કર્યા. ત્યારબાદ વિહાર કરીને મહેસાણામાં આવ્યા. એમણે એક જ દિવસમાં ચૌદ માઇલનો વિહાર કર્યો. પહેલી જ વાર ગરમીમાં સતત આટલું ચાલવાનો અનુભવ થયો. પગમાં ફોલ્લા ઊઠી આવ્યા. વળી વાપરવામાં ફક્ત ભાતાનો એક લાડવો અને ગાંઠિયા જ હતા, આમ છતાં એમના મનમાં તો પ્રાપ્તિનો આનંદ હતો. પૂજય આનંદસાગરજીના સાધુજીવનમાં તપ, ત્યાગ અને સ્વાધ્યાયનો આરંભ થયો. એમના હૃદયમાં આનંદનો સાગર ઉછળવા લાગ્યો. અનેક મુશ્કેલીઓ, અવરોધો અને મુસીબતોની ઓટ પછી આવતી ભરતીનો આહ્લાદક અનુભવ થતો હતો.
પણ ભાવિના ભેદ કોણ કળી શક્યું છે? આ ભરતીમાં હજી એક આકરી ઓટ આવવાની બાકી હતી.
ર૫
For Private And Personal Use Only