________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“અવધૂ અનુભવ-કલિકા જાગી,
મતિ મેરી આતમ સુમિરન લાગી.” તો વળી યોગીરાજ આનંદઘનજીનાં પદોની જેમ ઉપાધ્યાય યશોવિજયજીનાં પદો પણ પૂ. આચાર્યશ્રીના કંઠમાં સતત વસતાં હતાં અને કયારેક મસ્તીમાં ડોલતા ડોલતા ગાવા લાગતા----
“હમ મગન ભયે પ્રભુધ્યાનમે ધ્યાનમે પ્રભુધ્યાનમે! બિસર ગઈ દુવિદા તન-મનકી, અચિરાસુત ગુણ-ગાનમે હરિહર બ્રહ્મ પુરન્દર કી રિધ્ધિ, આવત નાહિં કોઈ માનમેં
ચિદાનન્દ કી મૌજ મચી હૈ, સમતા-રસકે પાનમેં ” પૂ. આચાર્યશ્રી મોટા ગચ્છાધિપતિ થયા હોવા છતાં એમની નમ્રતા એવી ને એવી રહી હતી. નારણપુરા વિસ્તારના કેટલાક જૈનો એમને મળવા આવ્યા. આ વિસ્તારમાં મધ્યમ વર્ગના જૈનોની સારી એવી વસ્તી થઈ હતી અને સહુએ સંઘ સ્થાપવાનો વિચાર કર્યો. તેઓ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજને મળવા ગયા. આવા સમર્થ પૂ. ગચ્છાધિપતિએ એમને એવો હૂફાળો આવકાર આપ્યો કે સહુના હૃદયની ભાવનાઓનાં દ્વાર ખૂલી ગયાં. એટલું જ નહિ પણ આર્થિક મુશ્કેલીના કારણે કોઈ ધર્મકાર્ય અટકતું હોય તો પૂ. આચાર્યશ્રી યોગ્ય ઉપદેશ આપીને સંઘનું કાર્ય પૂર્ણ કરાવી આપતા. વળી ધર્મકાર્યમાં ચીવટ પણ એટલી જ રાખે. જે કોઈએ ધર્મકાર્ય કરવાનું માથે લીધું હોય તે કાર્ય તત્કાળ પૂરું થવું જોઈએ એવી સદાય એમની ભાવના રહેતી. તેઓ એ અંગે સતત ધ્યાન દોર્યા કરતા હતા. આમ એમની પાસે જે કોઈ આવે તે સારા કાર્ય માટે પ્રેરણા લઈને જતા. શ્રાવક આવે તો એમને કહેતા કે સુકૃત કાર્યમાં સદ્વ્યય થાય તો જ પૂર્વપુણ્યાઇથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી સાર્થક થશે. શ્રાવકો પણ કદી એમની વાતને ટાળતા નહિ. એમના કારણે આર્થિક દૃષ્ટિએ મધ્યમ સ્થિતિના ઘણા સંધોને મોટો લાભ થયો. સંઘ પોતે યથાશક્તિ ભંડોળ એકઠું કરે અને બાકીનું ભંડોળ આચાર્યશ્રીના સદુપદેશથી ખૂબ સરળતાથી થઈ જતું. આ રીતે ઘણા. શ્રાવકોએ પ્રભુભક્તિનો લાભ લીધો અને આમાંના ઘણા સુખી થયા. આ જોઈને કયારેક કોઈ આચાર્યશ્રીને પૂછતું “પેલા ભાઇએ ધર્મકાર્યમાં આટલો ખર્ચ કર્યો અને તે તો ખૂબ સુખી થયા.” આ સમયે પૂ. આચાર્યશ્રી નમ્રતાથી કહેતા, “એ તો ભગવંતના પુણ્યનો પ્રભાવ છે. સારા ભાવથી કરેલી ભકિત કદી નિષ્ફળ જતી નથી. રત્નપાત્રમાં (ધર્મસ્થાનો માટે અપાયેલું દાન) જે અપાય છે, તે અનંતગણું ઊગી નીકળે છે. તે કોઈ દિવસ નિષ્ફળ જતું નથી.”
૧૦૦
પર કામ
For Private And Personal Use Only