________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
એવું પણ બનતું કે જે શ્રાવકો સામાન્ય રીતે ધર્મકાર્યમાં કોઈ દિવસ પૈસો વાપરતા ન હોય તેમના ભાવ પણ આચાર્યશ્રી પાસે આવતાં આપોઆપ બદલાઈ જતા. તેઓ કહેવા માંડતા કે અમને આદેશ આપો. પ્રભુભકિતનો કોઈ લાભ આપો. સાયનના શ્રી ગિરધરલાલ વોરાનો પણ આવો જ અનુભવ છે. તેઓ કહેતા કે આચાર્યશ્રીના દર્શન થતાં જ વિચારોમાં પરિવર્તન થઈ જતું. એમની પાસે જતાં આત્માને શાંતિ મળતી. એમની પાસેથી જ ગિરધરભાઈના કુટુંબીજનોને પ્રેરણા મળી કે સાયનમાં ઉપાશ્રય હોવો જોઈએ. પૂ. આચાર્યશ્રીએ ઉપદેશ કર્યો કે ઘરદીઠ પુરુષો ૧૦૦૦ રૂપિયા અર્પણ કરે અને બહેનો ૨૫૧ રૂપિયા અર્પણ કરે તો ઉપાશ્રયનું કામ ઝડપથી પૂર્ણ થઈ શકે. શ્રીસંઘે એમના ઉપદેશને માથે ચડાવ્યો અને ઉપાશ્રયની રકમ એકઠી થઈ ગઈ. એ સમયે ગિરધરભાઈને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો અનુભવ હતો એટલે ઉપાશ્રયની દેખરેખ રાખવાનું કામ શ્રીસંઘ દ્વારા એમને સોપવામાં આવ્યું. પછી દેરાસરનું કામ પણ માથે લીધું અને આમ મહારાજશ્રીનીમૂકપ્રેરણાના બળે સાયનમાં ઉપાશ્રય અને દેરાસર બને થયાં. આવી જ રીતે વિસં. ૨૦૧૬માં મહુડી સંઘનો વહીવટ આજની કમિટીએ લીધો ત્યારે એની બાર મહિનાની આવક પચાસ હજારની હતી, પરંતુ પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજના સઉપદેશથી અને પૂજય આ. શ્રી સુબોધસાગરસૂરિજી મહારાજના સહયોગને કારણે આજે એની આવક લાખોની થઈ ગઈ છે. મહુડીના આરંભકાળની વર્ષો પૂર્વેની આ વાત છે. એક વાર એક શ્રાવક મોટી રકમ આપવાનું વચન આપીને ફરી ગયા. હવે કરવું શું? આટલી રકમ લાવવી ક્યાંથી? બધા ભેગા મળીને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ પાસે ગયા. એમણે કહ્યું, “બીજના દિવસે જાજમ નાખો અને ગામના સંઘને બોલાવીને ફાળો કરો.” આમ કર્યું અને થોડા જ સમયમાં દસ હજાર રૂપિયા એકત્ર થઈ ગયા. શૂન્યમાંથી સર્જન થયું અને સહુને રાહત થઈ. એમની સંઘભકિત પણ અનેરી હતી. અતિ પરિશ્રમ થયો હોય ત્યારે શ્રાવકો એમને આરામ લેવાનો આગ્રહ કરતા. આ સમયે પૂ. આચાર્યશ્રી એવો ઉત્તર આપતા કે “આત્મા સજાગ છે ત્યાં સુધી સંઘનું કામ કરતો રહું એવી ઈચ્છા છે. એમ કરતાં કાળધર્મ પામીએ તો કેવું સારું!”
જો કોઈ સંઘ આવ્યો હોય તો તેઓ બધું બાજુએ મૂકીને એમની સાથે વાત કરે. તબિયતની અનુકૂળતા ન હોય અથવા તો સમયનો અભાવ હોય તોપણ એમની સાથે બેસે. ગોચરી બાજુએ રહે. બપોરનો વિશ્રામ વિસરાઈ જાય. અને વળી કહેતા કે “સંઘના કામ માટે શરીર ઘસાય, એનાથી વળી રૂડું શું?”
૧૦૧
-
-
For Private And Personal Use Only