________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના ચાતુર્માસ સમયે પોતે જે સંઘમાં હોય, એનાં જ કાયને મહત્ત્વ આપતા. સાતેય ક્ષેત્રોમાં કામ કરવું અને તેની પુષ્ટિ કરવી એવો ભાવ સતત રાખતાં. જિનમૂર્તિ અને જિનમંદિર વિષયક માર્ગદર્શન મેળવવા માટે અનેક લોકો એમની પાસે આવતા. દૂર હોય એ પત્ર પાઠવીને પૂછાવતા. એવી જ રીતે શાસનનું નાનું-મોટું કોઈ પણ કામ હોય તો તેને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા કટિબધ્ધ રહેતા હતા. તેઓ જાણે શાસન સુભટ બનીને પૂ. યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરિજીની પડકારભરી વાણી છટાથી બોલતા---
“પ્રભુ મહાવીરના ધર્મે, ખરી શ્રદ્ધા ધરી પ્રેમે; થશો જાગ્રત સદાચારે, કરી શકશો ઉદય ત્યારે. મર્યા વિણ માળવો ક્યાંથી, સમપ્યથી જીવન સઘળું; તજીને દેહની મમતા, કરી શકશો ઉદય ત્યારે. ત્યજીને લોકસંજ્ઞાને, ત્યજીને મૃત્યુની ભીતિ; પ્રવૃત્તિમાં પડો જયારે કરી શકશો ઉદય ત્યારે. જિનેવર ધર્મસેવામાં ગણો ના દેહ-પ્રાણોને;
થશો ઓ મરજીવા જયારે, કરી શકશો ઉદય ત્યારે.” એમનાં બારણાં સહુને માટે ખુલ્લાં હતાં. નાના બાળકથી માંડીને જ્ઞાની-ધ્યાની આચાર્ય ભગવતો એમને મળવા આવતા. જે રીતે પ્રસન્નતા સચવાય એ રીતે વિહારાદિમાં સંમત થતા. માંદા વૃધ્ધોની સતત ચિંતા સેવતા અને એમની સેવાનો પ્રબંધ કરતા. આ બધાની પાછળ ક્યો ગુણ કામ કરતો હશે? આચાર્ય પૂજય ભદ્રકરસૂરિજી મહારાજે કહ્યું, ‘જીવતત્ત્વ પર અપાર કરુણા.” અને સાચે જ પૂ. આચાર્યશ્રી કોઈ પણ જીવને દુઃખી જોઇને પોતે વ્યાકુળ થઈ જતા. અને તે દૂર કરવા અહર્નિશ પ્રયાસ કરતા. તન, મન અને વચનથી કોઈ પણ પ્રાણીને લેશમાત્ર પીડા નહિ આપતાં આવા ઉત્તમ પુરુષનું દર્શન અનેક પાપકર્મોનો નાશ કરે
ભગવાન મહાવીરે પણ અઢાર સ્થાનમાં પહેલું સ્થાન અહિંસાને આપ્યું છે અને કહ્યું છે કે જાતે હિંસા ન કરવી, બીજા પાસે કરાવવી નહિ અને કોઈ કરતું હોય તો તેને અનુમોદન આપવું નહિ. જ્ઞાની હોવાનો અર્થ જ એટલો કે એ હિંસા ન કરે. હિંસાથી વેર જાગે છે. એની પાછળ ભયાનક દુઃખો આવે છે અને પાપકર્મ બંધાય છે. આથી જ ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે,
'जगनिस्सिएहिं. भूएहिं, तसनामेहिं थावरे हिं च। नो तेसिमारभे दंडं, मणसा वयसा कायसा चेव॥'
(ઉત્તરાધ્યયન સૂત્ર ૮/૧૦).
૧૦૨
For Private And Personal Use Only