________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાથી શું ખાતો હશે? કેટલાક શ્રાવકો એમનેં ભકિત માટે પૂછવા આવ્યા તો કહ્યું, “જુઓ, આ સંઘયાત્રામાં હાથીએ સાથ આપ્યો છે. એ તો એક પશુ છે છતાં આપણી ભકિતમાં સાથે રહ્યો છે. તો તમે બધા ગજરાજની ભકિત કરો. પરિણામે બે મણ લાડુ બનાવવામાં આવ્યા અને ગજરાજને ભકિતપૂર્વક ખવડાવવામાં આવ્યા! પૂ. આચાર્યશ્રીને બ્રહ્મચર્ય તરફ અગાઘ આદર હતો. આથી એમના મનમાં સતત એક વાત ઘોળાયા કરતી અને કયારેક પોતાના નાના શિષ્યોને હસતાં હસતાં કહેતા પણ ખરા કે મેં કેવું પાપ કર્યું હશે કે જેથી મારી દીક્ષા વિલંબથી થઈ? તમે બધા પુણ્યશાળી છો. તમારી દીક્ષા વહેલી થઈ. કયારેક પૂ. આચાર્યશ્રી પોતાના નાના સાધુઓને એમ પણ કહેતા કે તમે બ્રહ્મચારી છો. હું તો લગ્ન કરીને અહીં આવ્યો. તમારા જેવા બહ્મચારીને વંદન કરું છું જેથી હવે પછી મારી દીક્ષા પણ નાની ઉમરમાંજ થાય. આજીવન બ્રહ્મચારી રહું સમભાવ એ પૂ. આચાર્યશ્રીનો એક મહાન ગુણ હતો. સામાન્યમાં સામાન્ય માણસ જાય તોપણ એને ભાવથી બોલાવે. કોઈ શ્રાવકને અન્ય સાધુ પર વિશેષ અનુરાગ હોય. કોઈ શ્રાવક અન્ય પંથનો કે સંપ્રદાયનો હોય, તેમ છતાં એમની સમદષ્ટિ આગળ બધા જ સરખા હતા. એમના મનમાં સહેજે એવો ખ્યાલ આવતો નહિ કે આ બીજા સાધુ કે સંપ્રદાયનો રાગી છે. એમનો એક જ સિદ્ધાંત હતો કે જેમ અંતરના આશીર્વાદ ફળે છે તે જ રીતે બીજાના અંતરાત્માને દુ:ખ આપનારા દુઃખી થાય છે, આથી સતત જાગ્રત રહીને બીજા એમનાથી દુભાય નહિ તે રીતે વર્તતા હતા. સંયમજીવનની સાચવણ અંગેની એમની જાગૃતિ તો વિરલ હતી. આને કારણે જ તેઓ મુંબઈ શહેરમાં ચાતુર્માસ પસંદ કરતા નહોતા. વધુમાં વધુ એક ચાતુર્માસ રહે. બીજા ચાતુર્માસની તો વાત જ નહિ. તેઓ સાયનમાં એક ચાતુર્માસ રહ્યા. એ પછી મુંબઈમાં ચાતુર્માસ કરવાની ઘણી વિનંતીઓ થઈ. શ્રાવકોએ અતિ આગ્રહ કર્યો, તેમ છતાં તેઓ મુંબઈ ગયા નહિ. પાછળના સમયમાં તો નાનાં નાનાં ગામડાંમાં ચાતુર્માસ કયો. સાણંદ, લોદરા, અડપોદરા જેવાં ગામોમાં ચાતુર્માસ ગાળ્યો. તેઓ કહેતા, “આવા ગામડામાં ચાતુર્માસ કરવાથી માનસિક શાંતિ. મળે અને નિરવરોધ સ્વાધ્યાય ચાલે.' બપોરે પુસ્તક લઈને તેઓ ગામની બહાર નીકળી જાય. કોઈ હરિયાળા ખેતરમાં કે કોઈ ઘેઘૂર વડલાની છાયામાં બેસીને સ્વાધ્યાય કરે, આત્મચિંતન કરે અને પછી ધ્યાન લગાવે. શિયાળો હોય કે ઉનાળો, પણ એમની આ અંતર્મુખતા એવી ને એવી જ રહેતી. કયારેક અવધૂત યોગી આનંદધનનાં પદો ગાઈ ઊઠતા,
For Private And Personal Use Only