________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી હિંમતનગરમાં પ્રતિષ્ઠા કરાવીને ડોળીમાં અમદાવાદ આવતા હતા. પ્રાંતિજથી થોડે આગળ સલાલ પાસે આવ્યા હશે અને એકાએક મધમાખીઓનું ઝૂંડ એમને ઘેરી વળ્યું. કોઈએ મધપૂડા પાસે આગ લગાવી હોય કે એના પર પથ્થરનો ઘા કર્યો હોય, પણ ગમે તે કારણે મધમાખીઓ વિફરી હતી. ચારે બાજુ ઊડતી, ડંખ દેતી હતી. આ મધમાખીઓ ડોળીવાળા પર તૂટી પડી. આચાર્યશ્રી એ પોતાની ઊનની કામળી આખા શરીર પર ઓઢી લીધી. એને પરિણામે માત્ર મોં પર જ ચાર-પાંચ મધમાખી કરડી ગઈ. બીજે ક્યાંય ડંખ લાગ્યા નહિ. તરત જ આચાર્યશ્રીને નજીકના ગામમાં લાવવામાં આવ્યા. મધમાખીનો ડંખ કાઢવા માટે તાબડતોબ ડૉકટરોને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરો આવ્યા એટલે પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “મારી ફિકર કરશો નહીં. મને તો બે-ચાર ડંખ જ લાગ્યા છે. પહેલાં આ હોળીવાળાઓની સારવાર કરો. એમના પર તો મધમાખીઓ તૂટી પડી હતી" આમ, ડૉક્ટરો પાસે પોતાને બદલે ડોળીવાળાઓની સારવાર એમણે પહેલા કરાવી. શ્રાવકોને આ વાતની ખબર પડી એટલે કેટલાક શ્રાવકો દોડી આવ્યા. તેઓ પૂ. આચાર્યશ્રી પાસે આવ્યા અને સુખશાતાની પૃચ્છા કરવા લાગ્યા ત્યારે પૂ. આચાર્યશ્રીએ એટલું જ કહ્યું, “મને ખાસ કાંઈ થયું નથી.ખબર પૂછવી હોય તો ડોળીવાળાની પૂછો.'
અમદાવાદથી પણ કેટલાક શ્રા વકો આવી પહોંચ્યા. શ્રાવકોએ ચિંતિત બનીને પૂછ્યું. ત્યારે પ્રસન્ન ચિત્તે આચાર્યશ્રીએ કહ્યું, “જુઓને, આ કાનની પાસે ડંખ લાગ્યા છે એટલે જરૂર આ મધમાખીઓ મને કશુંક કહેવા આવી હોવી જોઇએ.” પૂ. આચાર્યશ્રી માનવીના જેટલી જ પ્રાણીની પણ ચિંતા કરતા. એક સમયે ભાવનગરમાં એમનો ચાતુર્માસ હતો. વિહાર કરતી વખતે ધંધુકાથી આગળ એક કૂતરું છેલ્લા શ્વાસ લેતું તરફડતું હતું. એની આ આખરની ઘડી હતી. તરત જ પૂ. આ. કૈલાસસાગરસૂરિજી અટકી ગયા. એની પાસે જઈને એને નવકાર સંભળાવવા લાગ્યા અને વિચાર્યું કે આનાથી એ જીવની સદ્ગતિ થાય તો સારું
વિ. સં. ૨૦૧૪ની આ વાત છે. પાલીતાણાનો એક સંઘ નીકળ્યો હતો. રાજસ્થાનના સિહોરીના શ્રેષ્ઠિ ધનરાજ ગાંધી અને એમના પરિવાર તરફથી પાલીતાણાનો સંઘ કાઢવામાં આવ્યો હતો. આ સંઘમાં હાથી પણ સાથે હતો. પાલીતાણા પહોંચતા પહેલાં હસ્તગિરિ તીર્થ આવ્યું. સંઘમાં પ્રતિદિન અવનવી મીઠાઇઓ થતી, ત્યારે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના મનમાં થયું કે આ
૯૮
For Private And Personal Use Only