________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘડિયાળ પણ નથી. પરંતુ મારી પાસે વારસામાં આપવા લાયક એક વસ્તુ છે અને તે જુદા જુદા પુસ્તકમાંથી તારણરૂપે તૈયાર કરેલી આ નોટ્સ કે ડાયરી મારા દરેક શિષ્યોને હું મારો આ વારસો વહેંચી આપીશ. આવી ડાયરી પર એ નામ લખે અને તે શિષ્યને ડાયરી આપી દેતા. નાનામાં નાનો સાધુ હોય, તોપણ એને હૈયાના આદરથી ડાયરી અર્પણ કરતા. જેમકે રાજસ્થાનના બારમેડ જિલ્લાના પાદરુ ગામમાં વિ. સં. ૨૦૪૧માં જેમની દીક્ષા થઈ એવા પક્વોદયસાગરને ડાયરી આપતી વખતે એમણે લખ્યું હતું, “મુનિરાજ શ્રી પદ્માદયસાગરજી મહારાજને ભેટ.' પૂજય પાસાગરજી મહારાજને આવી ડાયરી આપી અને આપતી વખતે એમણે લખ્યું, "મહાન શાસનપ્રભાવક પદ્મસાગરસૂરિજી મહારાજને અર્પણ.” પોતાના શિષ્યો પ્રતિ કેટલો બધો અગાધ આદર ! માનવપ્રકૃત્તિની ઓળખ અને કસોટી આપ્તજનો સાથેના વ્યવહારમાં થાય છે. વ્યકિત સમર્થ હોય, પરંતુ એના નિકટના સ્વજનો કે પરિચારકો સાથેનો એનો વ્યવહાર તોછડો, હીન કે ગુસ્સાભયો હોય. મહાન ચિંતક કાર્લાઇલ વિશિષ્ટ પ્રકારનો વિચારક હતો છતાં તેનું તેની પત્ની તરફનું વર્તન સદૈવ તોછડું અને અપમાનજનક હતું. ગુરનું શિષ્ય પ્રત્યેનું વર્તન એ જ એમના સ્વભાવની ખરી પારાશીશી છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી પોતાના નાનામાં નાના શિષ્યની ઘણી મોટી કિંમત આંકતા હતા. મોટાઈ છોડીને એમણે મહાનતા મેળવી હતી ગુરુ તરીકે ઉચ્ચાસને બેસીને કઠોર આચરણ કરાવવાને બદલે પારાવાર અહોભાવ આપીને શિષ્યોની ચેતનાને હેતથી જગાડવા પ્રયાસ કરતા હતા. શાસ્ત્રજ્ઞાનનો આડંબર કરવાને બદલે શિષ્યો પર જ્ઞાનની અવિરત ધારા વરસાવી સ્વાધ્યાયની રુચિ પોષતા હતા. પૂ. આ.શ્રી. કૈલાસસાગરસૂરિજીએ પોતે ગુરુવચનના ચાબખા ખાધા હતા, પરંતુ શિષ્યોને તો સદા સર્વદા અમીસાગરમાં ભીજવતા રહ્યા. વળી નવાઈની વાત એ કે બીજાની પદવી લખવાનું બરાબર ધ્યાન આપનાર પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી ખુદ પોતાના નામમાં કયારેય “આચાર્ય' કે ‘સૂરિ’ એવું લખતા નહિ. માત્ર લખાણની નીચે કૈલાસસાગર’ એવો એક શબ્દ લખતા. પોતાના શિષ્યો પર એમને અપાર વાત્સલ્ય હતું. પૂ. પદ્મસાગરજી મહારાજને કયારેક તેઓ પદ્મસરોવર કહેતા. નાનામાં નાના સાધુને પણ 'જી'થી સંબોધતા. આ ‘જીના ઉચ્ચારણમાં કોઈ ઔપચારિકતા નહોતી, પણ જન્મજાત સ્વાભાવિક નમ્રતા અને સર્વજનવ્યાપી આદર હતો. પૂ. આચાર્યશ્રી સ્વાધ્યાયની અનુપમ મહત્તા કરતા હતા. ઉત્તમ શાસ્ત્રોનો પદ્ધતિસર અભ્યાસ કરવા માટે તેઓ ખાસ ભાર મૂકતા હતા. મોક્ષનો માર્ગ જાણ્યા વિના મોક્ષમાર્ગમાં ચાલી શકાતું નથી, તેથી ઉત્તમ શાસ્ત્રોના અધ્યયન
૧૧ ર
For Private And Personal Use Only