________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વારા મોક્ષનો માર્ગ જાણવો જોઇએ.
પૂ.આચાર્યશ્રી વારંવાર સ્વાધ્યાયના અનેક લાભ કહેતા. સ્વાધ્યાયથી સંશય હટે, બુદ્ધિ ખીલે, ભકિત જાગે, કુયુકિત છૂટે, સત્યા-સત્યનો વિવેક જાગે અને અબાધિતપણે તત્ત્વનો નિર્ણય થઇ શકે. આત્મશક્તિ વધે. ચારિત્રની નિર્મળતા જાગે.
વળી આચાર્યશ્રી કહેતા કે સ્વાધ્યાયથી બે મહાન ગુણલાભ થાય. એનાથી તેજસ્વિતા આવે અને અનાસકિત જાગે. તેઓ શિષ્યોપનિષદ'માં યોગનિષ્ઠ
આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીએ લખેલાં આ વચનો વારંવાર પોતાના શિષ્યોને
યાદ કરાવતા હતા:
“સિદ્ધાંતના સ્વાધ્યાય અને શ્રવણ-મનનથી ચાર ગતિના જન્મ અને મરણ આદિનાં દુ:ખો સત્વરે નાશ પામે છે. ભવભીરુ શિષ્યોએ નિયમિત સ્વચારિત્રપાલક બનીને યોગ્યતાએ સિદ્ધાંતનું શ્રવણ-મનનથી જ વાંચન કરવું જોઇએ.”(પૃ. ૯૭)
સાધુઓના સ્વાધ્યાય માટે એટલી બધી ચીવટ રાખે કે તેઓ અન્ય સ્થળે હોય તો કયા ધર્મગ્રંથોનો અભ્યાસ કરે છે તેની સતત પૃચ્છા કરાવતા. એમાં જરૂર લાગે તો માર્ગદર્શન આપતા. પોતે પત્ર લખે તેમાં પણ પોતાની સાથેના સાધુઓ અત્યારે ક્યા ગ્રંથનો સ્વાધ્યાય કરે છે તે લખતા. કોઇ સાધુ વિહાર કરીને આવે તો એને પહેલું જ પૂછે કે હાલમાં શેનો અભ્યાસ ચાલી રહ્યો છે? નાની વયના સાધુઓને તો તેઓ સતત સ્વાધ્યાયની પ્રેરણા આપતા અને એમને વખતોવખત કહેતા કે, આ જ તમારી પૂંજી છે.
""
કોઇ એવો ગર્વ લે કે મે મારા જીવનમાં આટલી અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ કરાવી. આચાર્યશ્રીએ અનેક અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ કરાવી હોવા છતાં એમની એ જ નિઃસ્પૃહતા હતી. એકવાર શનાલાલ ટી. શાહ નામના મુંબઇના શ્રાવકે આચાર્યશ્રીને પૂછ્યું, “આપના હાથે કેટલી પ્રતિષ્ઠા અને અંજનશલાકા થઇ હશે?”
આચાર્યશ્રીએ નિખાલસતાથી કહ્યું, “જુઓ ભાઇ, મેં એનો આંકડો માંડ્યો નથી કે કદી સરવાળો કર્યો નથી. આ બધું મેં કર્યું છે એવું મિથ્યાભિમાન લઇને ફરીએ તો એ વાત ખોટી છે.”
આવી આચાર્યશ્રીની નિ:સ્પૃહવૃત્તિ હતી.
વાણીમાં સંયમ, વૃત્તિમાં નિઃસ્પૃહ અને જીવનનાં વાદિવવાદનાં ઝેર પચાવી જાણનાર આચાર્યશ્રી જીવનની કટોકટીની પળોમાં પણ કયારેય મિજાજ ગુમાવી બેઠા ન હતા.
લીંબોદરાના દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે દ્વાર-ઉદ્ઘાટનની વિધિ પૂર્ણ કરીને આચાર્યશ્રીએ વિહાર કર્યો. નજીકના અલ્લુવા ગામમાં બપોરે વિહાર કરીને
૧૧૩
For Private And Personal Use Only