________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનભર નમસ્કાર મહામંત્રની ભવ્ય આરાધના કરી, એની મૂળ પ્રેરણા પૂજય છોટેલાલજી મહારાજ પાસેથી મળી. એ સમયે ધાર્મિક પુસ્તકો પણ
એમની પાસેથી વાંચવા મળ્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક વાર કાશીરામનો વિચાર છોટેલાલજી મહારાજ પાસે દીક્ષા લેવાનો હતો, પરંતુ રામકિશનજી ગુસ્સે થશે એવા ભયથી એમણે દીક્ષા લીધી નહિ. આ સમયે છોટેલાલજી મહારાજના શિષ્ય સુશીલ મુનિનો*કાશીરામને પરિચય થયો. સુશીલ મુનિની આ પ્રારંભિક અવસ્થા હતી. કાશીરામ રોજ સવાર-સાંજ એક-એક કલાક સાધુ મહારાજ પાસે બેસતા. વર્ષો પછી કલકત્તામાં એક ચાતુર્માસ નિમિત્તે જયારે બંને ભેગા થયા ત્યારે ખૂબ ભાવથી પ્રસન્નતા વ્યકત કરી.
કાશીરામ નિશાળમાં હતા ત્યારે એક શાંત અને મહેનતુ વિદ્યાર્થી તરીકે જાણીતા હતા. નિશાળના આચાર્યનો એમને હમેશા પ્રેમ મળતો રહ્યો. એમના કુટુંબમાં શારીરિક સ્વાસ્થ્ય અંગે ખૂબ જાગૃતિ રાખવામાં આવતી. ઘરમાં ભાગ્યે જ કોઇ બીમાર પડતું. ઘઉં વર્ણના કાશીરામનો બાંધો ઘણો મજબૂત હતો. જગરાવની રાધા-કિશન હાઇસ્કૂલમાં વિદ્યાભ્યાસમાં તેજસ્વી કાશીરામે મેટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી.
કાશીરામ કોલેજમાં આવ્યા. ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં દાખલ થવા માટે એમણે મોગાની દયાનંદ મથરાદાસ કોલેજ (ડી.એમ. કોલેજ)માં પ્રવેશ મેળવ્યો. અહીં એમણે ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યો. એ પછી લાહોરની સનાતન ધર્મ કોલેજમાં દાખલ થયા. અહીંથી ઈંગ્લીશ, ઈકોનોમિકસ, હિન્દી (ફરજિયાત) સાથે બી. એ. ની ડીગ્રી મેળવી. કૉલેજકાળમાં કાશીરામના ધર્મસંસ્કારો એવા
જ અડગ અને અખંડિત રહ્યા. એમણે યુવાનીમાં ક્યારેય સિનેમા જોયું નહિ. પત્તાં રમવા સહેજે પસંદ નહિ. તેઓ કહેતા કે આ રમત નથી પણ બીમારીનું ઘર છે. એક તો એ કલેશનું કારણ બને અને એમાંય વળી કુટેવ પડે તે જુદી. જીવનમાં એમણે કદી ચા પીધી નહોતી. એમણે કદી લસણ કે ડુંગળીને સ્પર્શ કર્યો નહોતો. જૈન થઇને કટુ વચન ન કહેવાય તેવું તેઓ શીખ્યા હતા અને તેથી જ એમનામાં મનની દૃઢતા અને સ્વભાવની નમ્રતા આવી હતી. એમના કુટુંબનો એવો સિધ્ધાંત હતો કે ‘Respect and be respected.' કાશીરામ આટલા ભણેલા-ગણેલા હોવા છતાં નાનામોટા સહુને આદર આપતા હતા. મુશ્કેલીના સમયે મદદ કરવા દોડી જતા હતા.
નવાઇની વાત તો એ છે કે છેક બાળપણથી એમણે કયારેય દિવસમાં બે વાર ભોજન લીધું નથી. તેઓ સવારે કાચાં શાકજી અને ફળો લેતા. આ * અમેરિકામાં ન્યૂજર્સી પાસે ‘સિધ્ધાચલન’ની સ્થાપના કરનાર
૪૧
For Private And Personal Use Only