________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ફળમાં પણ કેળાં અને સંતરા એમનાં પ્રિય ફળ હતાં. માલ્ટા પણ ખૂબ જ ભાવે. નિશાળમાં હતા ત્યાં સુધી મીઠાઇના પણ ભારે શોખીન હતા. એ કાળે પંજાબમાં ચોમેર સ્વામી દાયાનંદની ભાવનાનો શંખ ફૂંકાયો હતો. સમાજજીવન અને ધર્મજીવનના સડા પર આર્યસમાજની નસ્તર-છૂરી ફરવા લાગી હતી. નાનકડા જગરાવમાં પણ આર્યસમાજની પ્રવૃત્તિનો જયધોષ ગુજતો હતો. વળી વીરોના પણ વીર એવા લાલા લજપતરાયની શહીદીનાં ગાન ચોમેર સંભળાતાં હતાં. ઇ.સ. ૧૯૨૮ની ૨૭મી નવેમ્બરે સવારે નરવીર લાલા લજપતરાયનો દેહ અંગ્રેજોના લાઠીનાઘાને કારણે ઢળી ગયો, પરંતુ એમની રાષ્ટ્રભકિત અને એમનાં કાર્યોની સુવાસ જગરાંવમાં જાણીતી હતી. આમ કોલેજકાળમાં કાશીરામના માનસ પર આર્યસમાજના સંસ્કારોએ ઘેરી અસર કરી.
લાહોરની સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે કાશીરામ પર રાષ્ટ્રભક્તિનો રંગ પણ લાગ્યો. એ સમયે કૉલેજના અધ્યાપકો પણ રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા હતા. આમ કૉલેજકાળ દરમિયાન આર્યસમાજની પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય વિચારધારાનો કાશીરામને પ્રત્યક્ષ સંપર્ક થયો. આ સમયે એક વાર તેઓ પંડિત જવાહરલાલ નહેરુનું પ્રવચન સાંભળવા ગયા હતા. એમના મનને દેશમુકિતના વિચારોએ ઘેરી લીધું હતું. કોલેજકાળમાં કાશીરામને કનૈયાલાલ કપૂર નામના મિત્ર મળ્યા. બંને અંગ્રેજી ભાષા અને સાહિત્યનો અભ્યાસ કરે. સમય જતાં શ્રી કનૈયાલાલ એલ. કપૂર લાહોરની ડી. એ. વી. કૉલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ બન્યા હતા. છેક બાળપણથી જ કાશીરામને વ્યાયામમાંરુચિ હતી. તેઓ માનતા કે રમત એવી રમવી જોઇએ કે જેનાથી શરીરની બરાબર કસોટી થાય. કૉલેજમાં તેઓ ક્રિકેટના કુશળ બેટ્સમેન તરીકે જાણીતા હતા. ક્યાંય કોઇ ક્રિકેટસ્પર્ધા ખેલાવાની હોય તો કાશીરામને પોતાની ટીમમાં સામેલ કરવા માટે હુંસાતુંશી ચાલે. બધા એમને પોતાની ટીમ તરફથી રમવા આગ્રહ કરે. વોલીબોલની રમતમાં પણ એટલા જ પાવરધા.
પુત્ર રામપ્રકાશ
શ્રી ગંગારામજી 1
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંગીરામ
રામકિશન : રામરખીદેવી બિરચંદજી દુર્ગાદેવીજી કાશીરામ સરસ્વતીદેવીજી શાંતિદેવીજી વીરાવતી
પત્ની-વિદ્યાવતીજી
(કૈ. સા. મહારાજ)
પત્ની
શાંતાદેવી
૪૨
જયરામદાસ
For Private And Personal Use Only