________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન હોય પણ ગર્વ ન હોય. સિદ્ધિ હોય પણ અહંકાર ન હોય. સંયમ હોય પણ શુષ્કતા ન હોય. પદવી હોય પણ પદનો અહમ્ ન હોય. આવી વ્યકિત વિભૂતિ બને છે. શાસ્ત્રો કહે છે કે જીવનમાં વિનય પાંચ પ્રકારના હોય છે. આ પાંચ વિનય તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય. આ પાંચેય વિનયની આરાધના જે સાધક કરતો હોય છે તે પોતાના અહંકારનું નિગરણ કરે છે અને પોતાની જાત વિશે લઘુતાભાવ કેળવે છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીનું જીવન એટલે આવી લધુતાની પરાકાષ્ઠા. આ લઘુતા એ જ વ્યાપાકતાની જનની છે અને તેથી તેઓની સહૃદયતાની સુવાસ માત્ર પોતાના સમુદાયના સીમાડાઓમાં પ્રતિબદ્ધ ન રહી, બલ્ક અન્ય સમુદાયોના સાધુઓ અને જૈનેતરો સુધી પહોંચી ગઈ.
મહેસાણાની જૈન પાઠશાળામાં એમને શાસ્ત્રોનું પઠન-પાઠન કરાવનાર પંડિત શ્રી પુખરાજજી તો કહે છે કે એમનામાં લઘુતાનો ગુણ તો “અજબ' હતો. બન્યું એવું કે આચાર્યશ્રીનો ચાતુર્માસ મહેસાણામાં હતો. આ સમયે તેઓ પંન્યાસપદથી વિભૂષિત હતા. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીની ઈચ્છા ‘તત્વાર્થ સૂત્ર'ની સિધ્ધિ ર્ષિગણિરચિત ટીકા વાંચવાની હતી. એમને પંડિત પુખરાજજી સમક્ષ આ પ્રસ્તાવ મૂકયો, જેનો પંડિતજીએ સહર્ષ સ્વીકાર કર્યો.
પંન્યાસ પૂ. કૈલાસસાગરસૂરિજીએ કહ્યું કે હું આવતી કાલથી આપની પાસે ભણવા આવીશ. મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનો એવો નિયમ હતો કે પદસ્થ મુનિભગવંતોને એમના ઉપાશ્રયે જઇને પંડિતો તેમ જ શિક્ષકોએ ભણાવવા. જયારે પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરિજીએ તો પોતે ઉપાશ્રયથી પંડિતજી પાસે પાઠશાળામાં આવશે એમ નિવેદન કર્યું. પંડિતજીએ સંસ્થાના નિયમની વાત કરી. તે સાંભળતા જ પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “વિદ્યાગુરુ સામે આવે અને ભણાવે એ કેમ બને? અને એ રીતે મારાથી ભણી પણ કેમ શકાય? માટે હું તો પાઠશાળામાં જ આવીશ.” પંડિતજીએ તેમ જ સંસ્થાના માનદ્મંત્રી ડૉ. મગનભાઈએ પૂ. પંન્યાસશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને વિનંતી કરી કે આપ પાઠશાળામાં આવશો નહિ. આપના ઉપાશ્રયે પંડિતજી આવશે. વિદ્યા અને ગુરુ તરફ અગાધ આદર ધરાવનાર વિનયશીલ પૂ. પં.શ્રી કૈલાસસાગરસૂરિ આનો સ્વીકાર કરે ખરા? એમણે કહ્યું કે પંડિતજી અહીં આવીને ભણાવે તો હું અભ્યાસ નહિ કરું. પૂ. પં.શ્રી કૈલાસસાગરસૂરિજીની
८६
For Private And Personal Use Only