________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘણી મોટી રકમ એકઠી થઇ ગઇ. સાણંદના દેરાસરની પાછળ લગભગ ત્રણેક લાખના ખર્ચે તૈયાર થયેલો એ મોટો ઉપાશ્રય પૂ. કૈલાસસાગરજીની કૃપાથી માત્ર બાર મહિનામાં જ તૈયાર થઇ ગયો.
આમ એક બાજુ આત્મવિકાસની પ્રક્રિયા ચાલતી હતી તો બીજી બાજુ જ્ઞાનાભ્યાસની પ્રવૃત્તિ ચાલતી હતી. પોતાની અપૂર્વ પ્રતિભાને કારણે અલ્પ સમયમાં જ એમણે આગમિક, દાર્શનક તેમ જ સાહિત્યિક આદિ ગંધોનુ ઊંડાણથી ચિંતન-મનન કર્યું. વિદ્યાપ્રાપ્તિની ધગશ એટલી કે એને માટે માઇલો સુધી જતાં પણ તેઓ અચકાતા નહિ. સાંજ પડયે બારી પાસે ઊભા રહીને પણ વાંચે. અજવાળાનો પૂરેપૂરો ઉપયોગ કરે. સતત વિચાર કરે કે સંધ પોતાને માટે પંડિત રાખે છે, એનો ખર્ચ ઉપાડે છે તો પોતે પણ પૂરેપૂરી મહેનત કરીને સતત ગ્રહણશીલ રહેવું જોઇએ. સાણંદના સંઘનું નામ આવે કે કોઇ કામ આવે, તો કૈલાસસાગરજીને આનંદ-આનંદ થઇ જતો. કૈલાસસાગરજીને યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીનાં પુસ્તકો માટે અનન્ય ચાહના હતી. એમના બધાં પુસ્તકો એમણે વાંચ્યાં હતાં. એ જ રીતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મહાયોગી આનંદથનજી અને ઉપાધ્યાય યશોવિજયજી માટે એમના અંતરમાં અનહદ લાગણી હતી. ઉત્તરાધ્યયન સૂત્ર’, ‘પરમાત્મ પ્રકાશ', યશોવિજયજી મહારાજના ‘અષ્ટક’, હેમચંદ્રાચાર્યનું ‘યોગશાસ્ત્ર’ એ એમના પ્રિય ગ્રંથો હતા. એમની દૃષ્ટિ સારગ્રાહી હતી, એથી ‘સમયસાર' જેવા દિગમ્બર સંપ્રદાયના ગ્રંથમાંથી પણ તેઓ અમુક શ્લોકોનો સ્વાધ્યાય કરતા અને એમાંથી નવનીત તારવીને એના પર આત્માનુકૂળ ચિંતન
કરતા.
પ્રારંભમાં મહેસાણામાં પંડિત પુખરાજજી અમીચંદજી પાસે અભ્યાસ કર્યો. આજે અતિવૃધ્ધ પંડિતજી એમના ગુણોનું સ્મરણ કરવાનું ચૂકતા નથી. તેઓએ ઘણા આચાર્ય ભગવંતોને ભણાવ્યા, પરંતુ આ આચાર્ય ભગવંત પાસે એમને અનોખી નમ્રતા, સ્વાધ્યાયશીલતા અને પરગજુવૃત્તિના દર્શન થયા હતા. પન્યાસ કાંતિવિજયજી મહારાજ અને પૂજય વિજયોદયસૂરીશ્વરજી મહારાજ પાસે આગમસૂત્રોનો સ્વાધ્યાય કર્યો. પૂ. નંદનસૂરિજી મહારાજના શિષ્ય પંડિત શિવાનંદવિજયજી પાસે ન્યાયનો અભ્યાસ કર્યો. પૂ. ધર્મધૂરંધરસૂરિજી અને પૂ. ભદ્રંકરસૂરિજી પાસે પણ તેઓએ અભ્યાસ કર્યો હતો. શ્રી પ્રભુદાસ બેચરદાસ પંડિત પાસે ‘તત્ત્વાર્થ સૂત્ર’નો સ્વાધ્યાય કર્યો . વ્યાકરણ,ન્યાય અને કાવ્યએ ત્રણેમાં નિપુણતા મેળવી. એમની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. એક સાથે પચાસ શ્લોક કંઠસ્થ કરી શકતા. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ઇતિહાસ કે ભૂગોળનું કોઇ પાઠયપુસ્તક વાંચે તો તે વિષય ઉપરાંત તેના લેખક, પ્રકાશક, મુદ્રક અને પ્રકાશનવર્ષ એમ આખેઆખું પુસ્તક કંઠસ્થ થઇ જતું. જેમની પાસે એમણે અભ્યાસ કર્યો હતો એમના તરફ તેઓ અગાધ
૫૦
For Private And Personal Use Only