________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુપુરુષને વડીલ માનીને વંદન કર્યા પણ આપને વડીલ માનીને એમના બીજા સાધુઓએ વંદન ન કર્યા એ કેમ ચાલે?” આચાર્યશ્રીએ એમને પ્રેમથી સમજાવતાં કહ્યું, “જો ભાઈ, આપણે આવું નહિ જોવાનું. આપણે વંદન કરવા ગયા હતા, વંદન કરાવવા નહિ.' આવી વિરલ સાંપ્રદાયિક ઉદારતા આચાર્યશ્રીના જીવનમાં જોવા મળતી હતી. જયારે વ્યક્તિનું દર્શન વિશાળ બને છે ત્યારે નાના-નાના સીમાડાઓ લોપાઈ જાય છે. ગગનમાં ઉડનારને સાગર દેખાય છે, નાનકડા ખાબોચિયાં નહિ. આવી મહાન વ્યક્તિને કદી ક્રોધ કે કામ કંપાવી શકતા નથી. કાશીરામમાંથી પુ. કૈલાસસાગરજી બનેલા આચાર્યશ્રી પોતાના શિષ્યોને કહેતા કે ક્રોધ કરવાથી ભય આવે છે. સામી વ્યક્તિ વેરની વસૂલાત કરશે એવી દહેશત સતાવતી રહે છે અને એનાથી તન અને મન બંનેનું સ્વાથ્ય બગડે છે. વિ.સં. ૨૦૨૨માં સાણંદમાં અંજનશલાકા હતી. એ નિમિત્તે જુદા જુદા પ્રતિમાજીઓની નીચે લેખ તૈયાર કરવામાં આવ્યા હતા. એવામાં ભૂલથી એવું બની ગયું કે એક પ્રતિમાજી નીચે અન્ય વ્યક્તિનો લેખ કોતરાઈ ગયો. એ અમદાવાદના ગૃહસ્થ હતા અને એમણે આ વાંચ્યું ત્યારે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. તરત જ પૂ. કૈલાસસાગરજી મહારાજ પાસે આવ્યા અને અત્યંત ઉગ્રપણે બોલવા લાગ્યા. એમણે કહ્યું કે, “આવું થાય જ કેમ? આ હું ચલાવી લેવાનો નથી.' કૈલાસસાગરજી મહારાજ કહે, “આ લેખ લગાડનાર માણસ છે અને માણસથી ભૂલ થઈ પણ જાય. આની પાછળ કારીગરનો કોઈ ઈરાદો નહિ હોય, પણ સરતચૂક થઈ હશે.” અમદાવાદના એ ગૃહસ્થ મમતે ચડ્યા હતા. એ તો એક જ વાત પકડીને બેઠા કે આવું થાય કઈ રીતે? પૂજય કૈલાસસાગરજીએ કહ્યું, ‘તમે કહો તો નવી મૂર્તિ મંગાવીને ભરાવી આપું. પણ શાંત થાવ.” છતાં પેલી વ્યક્તિ હઠાગ્રહ છોડતી ન હતી. દોઢેક કલાક સુધી રકઝક ચાલી. પૂ. કૈલાસસાગરજીએ કહ્યું “કારીગરથી ભૂલ થઈ છે તો તેને ક્ષમા આપો. તમે કહો તેટલા પૈસા આપીને આ જ પ્રકારની મૂર્તિ જયપુરથી મંગાવી દઉં. પછી બીજું કાંઈ?” પેલા ગૃહસ્થ કાંઈ સાંભળવા તૈયાર નહોતા. આખરે પૂજય પદ્મસાગરજી મહારાજે એમને પૂછયું કે તમે કોણ છો? અને કૈલાસસાગરજી વિશે કહ્યું કે તમે એમને આખી રાત ગમે તેટલું કહેશો, તોપણ તેઓ ગુસ્સે નહિ થાય. વળી આ ભૂલ તો સંઘની કહેવાય. એટલે સંઘને દોષ લાગશે. એવામાં સંઘના
For Private And Personal Use Only