________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગેવાનો ભેગા થયા. એમણે એ ગૃહસ્થને બરાબર સકંજામાં લીધો. છેવટે એણે પૂ. કૈલાસસાગરજીની માફી માગી. ગૃહસ્થના ગયા પછી પૂજય પદ્મસાગરજીએ પૂછયું, “આ માણસ આટલું બધું બોલતો હતો. આપણો કોઈ દોષ નથી છતાં આટલું ઉકળી-ઉકળીને કહેતો હતો. છતાં તમે એને ચોખેચોખ્ખું કેમ કહી દીધું નહિ?” પૂજય કૈલાસસાગરજીએ કહ્યું “જુઓ, આ તો પુદ્ગલથી પુદ્ગલ ટકરાય છે. પુગલ બોલે છે અને પુગલ સાંભળે છે. આપણાં કોઈ અશુભ કર્મોનો ઉદય થયો હશે એટલે જ આવું બન્યું હશે.” પેલા ગૃહસ્થ ગુસ્સામાં ઘણું ઘણું બોલી ગયા હોવા છતાં પૂ. કૈલાસસાગરજીએ એમને વિશે ટીકાનો એક શબ્દ પણ ન કહ્યો. આવું હતું એમનું ઉપશમ ભાવવાળું ઔદાર્યમય જીવન! તેઓ ઘણી વાર કહેતા, “કાનને સાઉન્ડપ્રૂફ કરો અને દિમાગને એરકન્ડિશન બનાવો. આ દેહનું મકાન તો આત્મારામભાઈએ “લીઝ' પર લીધેલું છે. એ મકાનને એરકન્ડિશનમાં રાખવાને બદલે દિમાગને એરકન્ડિશનમાં રાખો. એનાથી શું થાય તે તમે સારી રીતે જાણો છો. કાન સાઉન્ડપ્રૂફ હશે તો બહાર ગમે તેટલો ઘોઘાટ હશે, પણ મગજમાં એનો કચરો નહિ આવે. મગજમાં ગરમી નહિ ચડે.' મનને એરકન્ડિશન કરવાની વાત પણ તેઓ પોતાના સાધુ-સમુદાયને વારંવાર કહેતા હતા. ક્વચિત્ કોઈ સાધુ ગુસ્સે થાય તો એમને ઠપકો આપવાની એમની આ રીત હતી. “સહન કરવું. ક્ષમા કરવી અને સેવા કરવી” એ એમનો જીવનમંત્ર હતો. તેઓ કોઈની વાત કોઈને કરતા નહિ. સતત અમીષ્ટની જ વર્ષા ચાલતી હોય. કોઈ અપશબ્દ કહે કે દગો આચરે તો પણ એનું ભલું થજો એમ જ કહે. એમની પાસે આરસ પારસ બની હતા.
ક્યારેક કોઈ સાધુ એમ પૂછતા પણ ખરા કે વિના કારણે આપને હાનિ કરનારી વ્યક્તિ પર પણ કેમ ગુસ્સે થતા નથી ? તો એના જવાબમાં પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરિજી કહેતા, “જુઓ, ભલે એ ગમે તેમ બોલે. તેનાથી આપણા કપડાને ડાઘ પડતો નથી. જ્ઞાતા-દેચ્છા ભાવ જેમ જેમ કેળવીએ તેમ તેમ સમભાવ આવે છે. રાગ-દ્વેષ જીતવાનો ઉપાય સાક્ષીભાવથી રહેવું એ જ છે” આમ દાક્ષિણ્ય અને કરુણાથી એમનું હૃદય સભર હતું. કોઈ સાધુ વખતોવખત ભૂલ કરે તો તેના પ્રત્યે ક્વચિત્ પુણ્યપ્રકોપ દાખવતા, પરંતુ એટલી જ જલદીથી એની ભૂલને ક્ષમા આપી દેતા. એમના હૃદયમાં સહુના પ્રતિ અપાર વાત્સલ્ય વહેતું હતું. એમનામાં અજોડ કોટિનો ગુણાનુરાગ હતો.
૯૨
For Private And Personal Use Only