________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
તેઓ કદી પાટ પર બેસે નહિ. જમીન પર આસન રાખીને જ બેઠા હોય.
ક્વચિત્ કોઈ પાટ વાપરવાનું કહે તો ઉત્તર આપતા કે બહુશ્રુત પૂજય સાગરજી મહારાજ તેમજ ઉદયસૂરિજી મહારાજ જેવા જ્ઞાની સાધુપુરુષો પણ પાટ વાપરતા નથી, તો પછી હું આવા ઊંચા આસને કઈ રીતે બેસું? એમને થતું કે પાટથી ચડિયાતાપણાનો ભાવ આવે છે, આથી ઉપાશ્રયમાં માત્ર રાત્રે જયણા માટે પાટ વાપરતા હતા આ સિવાય એ હમેશા નીચે આસન પર જ બેઠેલા જોવા મળે. એથીયે વિશેષ શિષ્યો સાથે ગુરુ જેવો ચડિયાતાપણાનો વર્તાવ કરતા નહિ. શિષ્યના આસન પર પણ બેસવામાં કદી ક્ષોભ અનુભવ્યો નહોતો. સાધુતાની ચરમસીમા જેવા આચાર્યશ્રીની દિનચર્ચા વીતરાગ તીર્થકર પરમાત્માના અનુયાયીને શોભે તેવી હતી. એમાં આચારની શુધ્ધિ, વિચારનું તેજ, દોષ પ્રત્યે જાગૃતિ અને આત્મકલ્યાણની અવિરત ઝંખના સતત પ્રગટ થતો. આવો! સાધુતાના આગાર સમા આચાર્યશ્રીની પ્રેરણાદાયી દિનચર્ચા પર નજર કરીએ. સાધુ તો એ કે જે સૂર્યોદય પહેલાં વહેલા ઊઠે. પૂ. આ. કૈલાસસાગરસૂરિજી વહેલી સવારે ત્રણ કે સાડા ત્રણ વાગ્યે ઊઠે. ઊઠીને જાપમાં બેસે. જાપ પૂર્ણ થાય પછી પ્રતિક્રમણ કરે, છ વાગ્યે પડિલેહણ કરે, એ પછી દેરાસરમાં જાય. દેરાસરમાં જાય ત્યારે પ્રભુભક્તિમાં તલ્લીન બની જતા. ભગવાનના દર્શન કરે. પછી એકાંતમાં ચૈત્યવંદન કરે. ગભારામાં કે દેરાસરની ભમતિમાં બેસી જાય. કોઈને ખલેલ ન પડે એવું શાંતિભર્યું સ્થળ શોધી કાઢે અને એવી જગ્યાએ બેસીને ચૈત્યવંદન કરે. તેઓ કહેતા, ભોજન અને ભજન એકાંતમાં જ જોઈએ.” પ્રભુભકિતમાં દોઢથી બે કલાક પસાર થઈ જતા. આચાર્યશ્રીને પ્રભુભકિત કરતાં જોવા એ જીવનનો એક લહાવો હતો. તેઓ પરમાત્મા સાથે તલ્લીન બની જતા. કયારેક એકીટશે પરમાત્માની મૂર્તિને જોઈ રહેતા, તો કયારેક ભાવવિભોર બનીને ચૈત્યવંદન કરતા. પ્રભુભકિત. પૂર્ણ થયા બાદ ઉપાશ્રયમાં પાછા આવીને વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ અનોખી હતી. તદન સીધી, સાદી અને સરળ ભાષામાં તેઓ પ્રવચન કરતાં, પણ એમની પાસે લોકમાનસની જબરી પરખ હતી. કુશાગ્ર દૃષ્ટિથી કયા લોકો સમક્ષ કેવી ભાષા પ્રયોજન એની એમને સૂઝ હતી. એ પ્રમાણે જ દૃષ્ટાંતો અને ચિંતન આલેખતા. બાળકો સાથે વાત કરતા હોય તો કથાનુયોગથી એમને આનંદ સાથે સમજાવે. વિદ્વાનો સાથે વાત કરે તો દ્રવ્યાનુયોગથી વાત કરે. પંડિતો સમક્ષ શાસ્ત્રના ગહન તત્વો સ્કૂટ કરી આપે. વ્યાખ્યાનમાં પોતાની વાતને વેધકતાથી દર્શાવવા માટે શાયરી પણ બનાવી દેતા.
૭૩
For Private And Personal Use Only