________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રીને ઉર્દૂ ભાષાનું પણ જ્ઞાન હતું. તેઓ જે પ્રદેશમાં જન્મ્યા હતા તે પ્રદેશમાં રોજિંદા વ્યવહારમાં પંજાબી ભાષા વપરાતી હતી, પરંતુ લખવામાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ થતો, આથી તો આચાર્યશ્રીના અક્ષરોના મરોડમાં ઉર્દૂ લિપિની છાયા વર્તાય છે. તેઓ ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત, ઉર્દૂ અને અંગ્રેજી-એ બધી ભાષાઓ પર સમાન કાબૂ ધરાવતા હતા. કોલેજમાં એમણે અંગ્રેજી ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આચાર્યશ્રી શીધ્ર કવિ હતા. વ્યાખ્યાનમાં પ્રસંગ અનુસાર પોતે જ કવિતા રચીને સહુને સંભળાવતા. વ્યાખ્યાન કરતી વખતે તેઓ એટલા બધા આત્મલીન બની જતા કે એમના શબ્દો જીભથી બોલતા હોય એમ નહિ,
બલ્ક હૃદયમાંથી સીધેસીધા પ્રગટ થતા હોય તેમ લાગતું. વ્યાખ્યાન પછી પચ્ચખાણ પાળતા. પૂ.આચાર્યશ્રી એ પોતાના જીવનમાં ઘણાં વર્ષો સુધી એકાસણા કર્યા હતા. છેલ્લાં પંદરેક વર્ષથી બિમણા કરતા હતા. કયારેક જ ત્રણ ટંક ભોજન લીધું હશે. ગૃહસ્થ અવસ્થામાં પણ તેઓ એક ટંક ભોજન લેતા. દીક્ષાજીવનના આરંભે તેઓ ગોચરી માટે જતા ત્યારે "ધર્મલાભ' કહીને કોઇના ઘરમાં પ્રવેશે અને એ શ્રાવક પહેલી જ વસ્તુ બોલે તે જ વહોરવાનો તેમનો નિયમ હતો. દસ ઘેર ગોચરી વહોરવા ગયા હોય અને ત્યાં શ્રાવક પહેલાં શાકનું નામ બોલ્યો હોય તો માત્ર શાક જ વહોરે. વર્ષો સુધી તરાણી અને દાબડિયું બનેમાં દાળ, શાક અને ભાત ભેગા વહોરતા હતા. બપોરે ગોચરીમાં બહુ પરિમિત દ્રવ્યો ગ્રહણ કરતા. તેઓ એમના પાત્રમાં જે ગોચરી આવી હોય તે પહેલાં બાળ મુનિવર આદિ શિષ્યોને આપે અને પછી તેઓ લેતા. કયારેક ઉઘરસ હોય તે પહેલાં હળદર આવી હોય, દૂધમાં હળદર નાખે, પણ બાકી વધે તેનું શું કરવું? સામાન્ય રીતે આચાર્ય પોતાના શિષ્યોને હળદર આપી દે તેવું બનતું, પરંતુ સૌજન્યના સાગર પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી કંઈ આવું કરે ખરા? તેઓ પોતે જ વધેલી હળદરને શાકમાં નાખીને કે રોટલી સાથે વાપરી જાય. આસપાસના સાધુઓ હળદર માગે તો હસતાં હસતાં કહે, “ આ તો મારા માટે લાવેલી ચીજ છે. હું બીજાને કઈ રીતે આપું?” આમ કહીને એ પોતે જ વધેલી હળદર ભોજનમાં વાપરી લેતા. આચાર્યશ્રીનાં અંતિમ વર્ષોમાં એમનો એક ચાતુર્માસ પાલીમાં હતો. એમના શિષ્યો એમને માટે ઘી અને ફળો લાવે. શિષ્યોની ભાવના એવી કે આચાર્યશ્રી ઘી અને ફળ લે તો એમના શરીરમાં થોડી શકિત આવે. પરંતુ પૂ. આ. કૈલાસસાગરસૂરિજી કોને કહેવાય? તેઓ આ બધું પહેલાં પોતાના શિષ્યોને આપતા અને પછી પોતે લેવાનો વિચાર કરતા. કોઈ શિષ્ય કહે, “સાહેબજી, અમે તો આપને માટે આ લાવ્યા છીએ અને
७४
For Private And Personal Use Only