________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગે પોતાના કરતાં વધુ ગીતાર્થ હોય તેવા સાધુજનોને પૂછાવતા અને પ્રાયશ્ચિત્ત મંગાવતા.
કોઇક સૈધ્ધાંતિક બાબતમાં પણ સ્પષ્ટતા જોઇતી હોય તો પોતાનાથી વધુ ગીતાર્થ સાધુ-પુરુષોને તેઓ પૂછાવતા હતા. કવિચત્ કોઇએ આચારમર્યાદા બરાબર પાળી ન હોય અને એમને ઠપકો આપવાનો પ્રસંગ ઊભો થતો, તો પણ એમનાં હૃદયમાં તો ક્ષમા અને વાત્સલ્ય જ ઉભરાતાં હોય. વળી પ્રતિક્રમણ અગાઉ એમની પાસે જઇને એને ‘મિચ્છામિ દુકકડમ્' કહી દેતા તેઓ ક્ષમા વિશેનું યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીનું આ કાવ્ય ભાવપૂર્વક ગાતા હતા:
“મીઠાં મીઠાં હૃદયઝરણાં, ખામણાં નીર જેવાં, ધૂએ સર્વે હૃદય-મળને, દિવ્ય દૃષ્ટિ ખિલાવે; વાળે માર્ગે સહજ શિવના, દુ:ખના ઓઘ ટાળે, ઊંચા ઊંચા સકલ ગુણની, શીવ્રતા સઘ આવે. સાથે મૈત્રી નયન-મનની, તુચ્છતાં ટાળનારા, વહાલા મારાં પ્રતિદિન વસો દિલનાં આંગણામાં. સંદેશો એ પરમ સુખનો, મુકિતનું બારણું એ, ખામ્ જીવો, સકલ જગના, સર્વ જીવો ખમાવો.”
સંયમની આરાધના એટલી બધી હતી કે એમાં સહેજે ક્લેશ ચાલે નહિ. એમની આત્મશુદ્ધિ પણ એવી કે મનમાં કોઇ શલ્ય રાખે નહિ. તેઓ મુહપત્તીનો ખૂબ ઉપયોગ રાખતા. તેઓ વ્યાખ્યાન કરતા હોય કે કોઇની સાથે વાત કરતા હોય, પણ હંમેશાં મુખવસ્ત્રિકા મુખ પાસે જ રાખતા. કયારેય નકામી ચર્ચા કરતા નહિ. કોઇની મુશ્કેલી સાંભળતા તો એને શાંતિર્મવત્તા' નો મંત્ર આપતા.
પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજી દુન્યવી બાબતોથી ઘણા દૂર રહેતા. સામાન્ય રીતે કોઇ સાધુ કયારેક તો છાપું જોતા હોય, પરંતુ પૂજય આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી છાપું વાંચતા ન હતા. છાપામાં આવેલી જાહેરખબર જોવાની કે છાપામાં લખાણ છપાવવાની સ્પૃહા તો આવી વ્યકિતને અડી શકે ખરી? કોઇ શ્રાવક આવીને એમ કહે કે અમુક ધાર્મિક લેખ જોવા જેવો છે અથવા તો અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિગત અખબારમાં પ્રગટ થઇ છે ત્યારે પણ એ અખબાર મેળવવાની કે જોવાની કોઇ તાલાવેલી નહિ. કોઇ છાપું લઇને આવે તો એને માત્ર એ વિગતો વાંચી સંભળાવવાનું જ કહે. કેટલું બધું નિ:સ્પૃહપણ ! જેને આત્માના ‘ન્યૂઝ’ સાંભળવાની ફિકર હોય, એને આ જગતના ‘ન્યૂઝ’ જાણીને શું કરવું?
પૂ. આચાર્યશ્રી ઉચ્ચ પદ ધરાવતા હતા, પરંતુ નમ્રતા તો એટલી હતી કે
૭ર
For Private And Personal Use Only