________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘પાંચેય પરમેષ્ઠિઓને કરેલો આ નમસ્કાર સર્વ પાપોનો પ્રકર્ષે કરીને નાશ કરનારો છે તથા સર્વ મંગલોમાં સર્વોત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે.’ એક વાર શ્રાવકોએ એમની શ્વાસની વેદનાભરી તકલીફને કારણે અમદાવાદની વાડીલાલ હોસ્પિટલમાં ચિકિત્સા કરાવવાનું નક્કી કર્યું. ડૉકટરે એમનો કાર્ડિયોગ્રામ લીધો. નિદાન કર્યું કે એમનું હાર્ટ ‘એન્લાર્જ’ (પહોળું) થઇ ગયું છે, આથી અતિ શ્રમ કરવો નહિ. ખાસ તો દાદરા ચઢવા નહિ. અનિવાર્યપણે દાદરા ચડવા પડે તેમ હોય તોપણ બે-ત્રણ પગથિયાં ચડયા પછી થોડી વાર ઊભા રહેવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડૉકટરે એમને એકસ-રે કઢાવવાની સૂચના આપી. તેઓ તો દાદરો ચડીને એકસ-રે વિભાગમાં પહોંચી ગયા. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીનો એકસ-રે લીધો,પણ સાથે ડૉકટરે પૂછ્યું, “અરે! તમે કેવી રીતે અહીં ઉપર
આવ્યા'
પૂ.આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ કહયું, નવકાર ગણતાં ગણતાં ઉપર આવી ગયો.’
તેઓ એક પગથિયું ચડે અને બીજો પગ મૂકે તે પહેલાં એક નવકાર મંત્ર બોલે. તેઓ કહે કે આમ કરવાથી બે ફાયદા થાય. શરીરને વિશ્રામ રહે અને નવકારની આરાધના પણ થાય. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી ચાલતા હોય કે દાદર ચડતા હોય, પણ એમની નવકારની આરાધના સતત ચાલતી હોય. ઊઠતાં-બેસતાં સમય મળે ત્યારે નવકાર મંત્રનું સ્મરણ સતત ચાલુ જ હોય.
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે જીવનભર ચુસ્ત રીતે ક્રિયા પાળવાનો આગ્રહ સેવ્યો. ક્રિયાની સહેજે ઉપેક્ષા ન કરે, બલ્કે એને પૂરેપૂરી પાળવા માટે જાગૃત પ્રયાસ કરે. જયાં સુધી શારીરિક શક્તિ હતી ત્યાં સુધી બધી જ ક્રિયા જાતે ઊભા રહીને કરતા હતા. સમેતશિખર જવાનો પ્રસંગ થયો ત્યારે પણ એટલી જ જયણા રાખી. ભિકત નિમિત્તે આવેલી આહારની કોઇ પણ વસ્તુ તેઓ વાપરતા નહિ. સહેજ ક્ષતિ થઇ હોય તો પ્રાયશ્ચિત્ત માગી લેતા. જીવનશુદ્ધિ અને આત્મવિકાસમાં પ્રાયશ્ચિત્તને ઘણું મહત્ત્વ આપતા.
એક વાર પાલીતાણાથી અમદાવાદ આવતા હતા. વચ્ચે પૂ. ઉદયસૂરિજી મહારાજનો મેળાપ થયો. એમની પાસેથી તેઓએ પ્રાયશ્ચિત માગ્યું. સાધનામાં સહેજ પણ ક્ષતિ થાય કે નાનીશી ચૂક થઇ જાય તે ચાલે નહિ. ક્યારેક એમની નજીકની વ્યકિત એવું કંઇક કરે કે જે એમને પસંદ ન હોય તો કોઇને કશુંય કહ્યા વિના પોતે આયંબિલ કરી લે. બીજાની ભૂલ હોય તોપણ તેઓ પોતે એનું પ્રાયશ્ચિત્ત કરતા અને જરૂર પડયે આ બાબત કે એની શાસ્ત્રીયતા
૭૧
For Private And Personal Use Only