________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા ગયા.'નવકાર પર એમને અનન્ય શ્રદ્ધા હતી. કોઇ શ્રાવક બીમાર હોય અને એમને પત્ર લખે તો જવાબમાં એટલું ખાસ લખતા કે નવકાર મંત્રનો જાપ બરાબર કરજો અને પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની પંક્તિઓ ગાઇ ઊઠતા :
વિ મંત્રમાં સારો, ભાખ્યો શ્રી નવકાર,
કહ્યા ન જાયેરે એહના, જેહ છે બહુ ઉપકાર.
‘નવકાર મંત્ર એ બધા જ મંત્રોમાં સારભૂત છે. એના ઉપકાર એટલા બધા છે કે તેને વાણી વર્ણવી શકે તેમ નથી.'
વહેલી સવારે ઊઠીને સર્વપ્રથમ શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા. એ પછી શિષ્યોને ઊઠાડવા માટે ‘નમો અરિહંતાણ” બોલીને પછી કહેતા, “મુનિ ભગવંતો! ઊઠો. સમય થયો છે. પ્રમાદનો ત્યાગ કરી ઊભા થાઓ.” આ પછી મુનિવર જાગ્રત થયા કે નહીં તેનો પ્રત્યુત્તર મેળવવા પુનઃ ‘નમો અરિહંતાણ’ બોલતા. જાગ્રત થયેલા મુનિવરો ‘મર્ત્યએણ વંદામિ’ કહીને ‘નમો અરિહંતાણ” બોલતા. કોઇ મુનિને પ્રમાદત્યાગ કરવો ન ગમે અને અકળાઇ જાય તોપણ પૂજય આચાર્યશ્રી અકળાયા વિના ‘નમો અરિહંતાણ’ બોલ્યે જતા. પ્રમાદગ્રસ્ત મુનિ આચાર્યશ્રીને ‘મિચ્છામિ દુક્કડમ્' દેતા ત્યારે પૂ. આચાર્યશ્રી પણ સામે મિચ્છામિ દુક્કડમ્' કહેતા.
પૂ. આચાર્યશ્રી બીમાર હોય ત્યારે ડૉકટર તપાસવા આવે અને તેઓશ્રીને પૂછે, ‘આપને કેમ છે?’
એના પ્રત્યુત્તરમાં દર્દની વાત કે બીમારીની વ્યથા કદી કહેતા નહીં માત્ર એક જ જવાબ આપે, ‘નમો અરિહંતાણં.' શરીરમાં વ્યાધિએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હોય, સહુ કોઇ ચિતિંત હોય ત્યારે આચાર્યશ્રી સહુને સાંત્વના આપતાં કહે, “શરીર અને કર્મ એનો ધર્મ બજાવે તો આત્માએ આત્માનો ધર્મ બજાવવો જ જોઇએ. આત્મધર્મનો ધ્રુવતારક અને દીવા-દાંડીરૂપ ભગવંતનો મુનિવેશ મને સદા સજાગ રાખે છે. એક દિવસ જેની રાખ અને ધૂળ થવાની જ છે તે દેહની શાને કાજે ચિંતા કરવી ?’' પોતાની સાથેના સાધુઓને તેઓ આ શ્લોક વારંવાર કહેતા'सुचिरंपि तवो तवियं, चिन्न चरण सुय च बहु पढियं । जता न नमुक्कारे रई, तओ तं गय विहल ।।"
લાંબા કાળ સુધી તપ કર્યું હોય, ચારિત્ર પાળ્યું હોય તેમ જ ઘણાં શાસ્ત્રો ભણ્યા હોય, પરંતુ જો નવકાર મંત્ર વિશે પ્રીતિ ન થઇ તો સઘળું નિષ્ફળ થયેલું સમજવું.'
નવકાર મંત્રની મહત્તા દર્શાવતા તેઓ વારવાર કહેતા
एष पंचनमस्कारः, सर्वपापप्रणाशन |
मङ्गलानाँ च सर्वेषाम्, मुख्य भवति मंङ्गलम् ॥'
૭૦
For Private And Personal Use Only