________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે ત્યારે પોતાના વસ્ત્રની પૂરી કાળજી રાખે. પગની માત્ર પાની જ દેખાવી જોઈએ એમ માનતા હતા. આથી કોઈ સાધુ અંગોને બરાબર ઢાંકીને ન બેઠા હોય તો તેમને હળવેથી મીઠો ઠપકો પણ આપતા અને કહેતા કે મહાનુભાવા વસ્ત્રો સંયમની રક્ષા કાજે છે. વસ્ત્રોનો બરાબર ઉપયોગ રાખવો જોઈએ.
કોઈ શ્રાવક મહારાજશ્રીને પોતાના ઘેર પધારવા બે હાથ જોડી, પ્રણામ કરીને વિનંતી કરે. તેમને માટે તો સહુ સરખા. રાય-રકનો કોઈ ભેદ નહીં. તેઓ માત્ર એટલું જ જણાવે કે તમે નવ લાખ નવકાર ગણવાનું સ્વીકારો તો હું તમારે ત્યાં આવી શકું.
પૂજય કૈલાસસાગરસૂરિજીના જીવનમાં નવકાર પ્રત્યે અખૂટ આસ્થા પ્રગટ થાય છે. તેઓ કહેતા કે આ નવકાર માત્ર પરમ મંત્ર કે શાસ્ત્ર છે એટલું જ ન સમજતા, પરંતુ સર્વ મંત્રોમાં અને શાસ્ત્રોમાં શિરોમણિભૂત મહામંત્ર અને મહાશાસ્ત્ર છે. એની ઉપાસનાથી ભૌતિક આપત્તિઓ દૂર થાય છે. વ્યાધિ, જળ, અગ્નિ જેવા ભયનો નાશ થાય છે. ઇષ્ટની પ્રાપ્તિ કરાવતો આ મહામંત્ર અપૂર્વ ચિંતામણિ છે, અપૂર્વ કલ્પવૃક્ષ છે અને પરમ અમૃત સમાન છે. અર્થાત્ મોક્ષનો પરમ હેતુ છે અને તરત જ તેઓ શ્રી મહાનિશીથ શ્રુતસ્કંધનું ઉધ્ધરણ, આપતા
ताव न जायइ चित्तेण, चितिअ पत्थिय वायाए।
काएण समाढत्तं, जाव' न सरिओ नमुक्कारो॥ ‘ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જયાં સુધી શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારને સ્મરવામાં નથી આવ્યો.” એક વાર અડપોદરામાં તેઓના ચાતુર્માસ હતા. ગામલોકો એમને ભાવુકતાથી પોતાને ઘેર પધારવાનું કહે અને પૂ. કૈલાસસાગરસૂરિજી એમની સામે નવા લાખ નવકાર ગણવાની શરત મૂકે. એક શ્રાવકે નવ લાખ નવકાર ગણવાનો સંકલ્પ કર્યો અને પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને પોતાના ઘેર પગલાં કરવા વિનંતી કરી. શ્રાવકનું નિવાસસ્થાન ઘણું દૂર હતું. અતિ શ્રમ લઈને શ્રાવકના ઘેર પગલાં કર્યા અને ઉપાશ્રયે પાછા પધાર્યા. શ્વાસનું દર્દ હતું. આથી શ્વાસ ખૂબ ચડયો હતો. હજી આસન પર બેસે ત્યાં જ એક બીજો શ્રાવક આવી પહોંચ્યો. એણે કહયું મહારાજ મેં પણ નવ લાખ નવકાર ગણવાનો મહાસંકલ્પ કર્યો છે. આપ મારે ત્યાં પગલાં કરો, તો મારા ધન્ય ભાગ્ય.” હજી હમણાં જ ખૂબ પરિશ્રમ વેઢીને પૂ. આ. કૈલાસસાગરસૂરિજી આવ્યા હતા. શ્વાસની તકલીફ તો હેરાન કરતી જ હતી. પણ જયાં ધર્મની ભાવના હોય ત્યાં શ્રમનો શો હિસાબ? ધર્મની પ્રભાવના થાય, ત્યાં પ્રમાદ કેવો? પળનો પણ વિલંબ કર્યા વિના તેઓ તરત જ તૈયાર થયા અને એને ઘેર પગલાં
૬૯
For Private And Personal Use Only