________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારે શું કરવું જોઇએ, એના પર જ રહેતી હતી.
તેઓ વારંવાર કહેતા, “સાધુ ભિખારી નથી, બલ્કે સમ્રાટ છે. એણે શ્રાવક પાસે કશી યાચના કરવી જોઇએ નહિ.” પૂજય આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજે કદી કોઇ શ્રાવક પાસે કશું માંગ્યું નહોતુ. લખવાની એક નાનકડી પેન સુદ્ધાં માગી નહોતી. તેઓ કહેતા કે સાધુએ તો ધર્મકાર્યનો ઉપદેશ આપવાનો હોય. કશું માંગવાનું, મેળવવાનું ન હોય, એ તો ધર્મપ્રવૃત્તિનો ઉપદેશક છે, આથી સ્વયંભૂપણે સામે ચાલીને શ્રાવક આપે તોપણ આવશ્યકતા હોય તો જ સ્વીકારવી. બાકી યાચનાની કોઇ વાત નહિ. પૂ. મા. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજે એમના વ્યક્તિત્વનું વર્ણન કરતાં કહયું, ‘ગમે તે માણસ ઝાડ પાસે જાય, પણ ઝાડ પાસેથી એ શાંતિ લઇને જાય. આપણે પણ વ્યથા લઇને ગયા હોઇએ અને એમની પાસેથી શાંતિ લઇને પાછા ફરીએ. પૂરો ખાખી માણસ. ઇન્ડીપેન ન મળે. ઘડિયાળ ન મળે. કપડાંની એક જોડ સાથે હોય એમનામાં સંપૂર્ણ ત્યાગ જોવા મળે. પોતાના સાધુઓને તેઓ કહેતા, ‘સાધુ તો ત્યાગની મસ્તીથી જીવતો હોય. કંદી પોતાની પાસે પોસ્ટકાર્ડ ન હોય તોપણ ચલાવી લેતાં શીખવું જોઇએ.' કયારેક તેઓ ભારપૂર્વક એમ પણ કહેતા, “પોસ્ટકાર્ડ મળે તો વાપરો, ન હોય તો ચલાવી લો. કયાં આપણી પેઢી ચાલે છે ?’ હંમેશાં સાદા અને જીર્ણ વસ્ત્રો જ વાપરતા. આ અંગે પંડિત શ્રી પુખરાજજી અમીચંદજી એમના અસાધારણ ત્યાગને દર્શાવતાં કહે છે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“તેઓશ્રીના હજારો શ્રીમંત ભક્તો હતા અને તેથી જ મહેસાણામાં હાઇ-વે રોડ પર શ્રી સીમંધર સ્વામીના ભવ્ય જીનાલયનું નિર્માણ થયું. અનેક ભક્તજનો કીમતી વસ્ત્રો તેઓશ્રીને અર્પણ કરતાં, પરંતુ તેઓશ્રી તો હમેશાં તદ્દન સાદાં અને જીર્ણ કપડાં જ વાપરતા એક વાર તેઓશ્રીના અંતેવાસી શિષ્ય મને કહેલું કે પંડિતજી,પૂજય આચાર્ય મહારાજ સાહેબને આપ વિનંતી કરો. અમને શરમ આવે છે કે આવાં જીર્ણ ચોલપટ્ટા ને કપડાં ન વાપરે અને કંઇક સારા વાપરે. અમે અનેક વારવિનંતી કરીએ છીએ પણ અમારું એવું સદ્ભાગ્ય ન હોવાથી અમારી વિનંતી સ્વીકારાતી નથી. પણ કદાચ આપની વિનંતી સ્વીકારાય તો ના નહીં.”
હકીકતમાં પૂ. આચાર્યશ્રીને આવી કોઇ દરકાર જ નહોતી. ગમે તેવો શિયાળો હોય, કડકડતી ટાઢ હોય, તોપણ મહદ્અંશે શરીર પર અંતરપટ નાખેલ પાલીની એક કામળી ઓઢે. વૃદ્ધાવસ્થામાં શિષ્યોનો અતિ આગ્રહ હોય તો કવચિત્ ઊનના ધાબળાનો ઉપયોગ કરતા હતા. બીજું કાંઇ ઓઢવાનું નહિ. પોતે અન્ય સાધુઓને બે કે તેથી વધુ કામળી આપે પણ પોતાને માટે તો માત્ર એક જ કામળી. એ જ ઓઢવાની. વળી કોઇની પણ સાથે વાતચીત
૬૮
For Private And Personal Use Only