________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતાં નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતાં. જગાવીશું હૃદયગુફા, ધ્રુજાવીશું વિકલ્પોને; જગાવીશું ચિદાત્માને,
નથી લેવું નથી દેવું.” * એક વાર શનાલાલભાઈએ એમ કહ્યું કે અમારા જેવા વ્યવહારમાં પડેલા માનવીઓ આપની પાસે આત્મકલ્યાણની આશાએ આવીએ છીએ, તો આપ કંઈક એવું જ્ઞાન આપો કે જેથી અમને એ માર્ગે ચાલવાનું સૂઝે. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ એમને રાત્રે ઉપાશ્રયમાં આવવાનું કહ્યું. રાત્રે એ આવ્યા એટલે પુસ્તક કાઢીને આપ્યું. એમાં કેટલાક શ્લોકો નીચે નિશાન પણ કર્યું હતું. પુસ્તક આપતાં એમ કહ્યું. “જેનાથી મને વૈરાગ્યની પ્રરણા મળી છે તે તમને આપું છું. મન થાય ત્યારે વાંચજો.” આમ નાનામાં નાના શ્રાવકની અધ્યાત્મઝંખનાના તેઓ પ્રેરક બનતા હતા.
આત્મશ્લાઘા કે સ્વપ્રશંસાથી તેઓ કેટલાય જોજન દૂર હતા. એમની પાસે ઉજવણું પ્રતિષ્ઠા વગેરે માટે કોઈ સંધ આવે તો તેઓ માટે પોતે જાણતા હોય તેવા કે આસપાસમાં વિચરતા હોય તેવા સાધુ મહારાજનું નામ આપે. એમની પાસે એ બધી વિધિ કરાવવાની સલાહ આપે. આમ છતાં સંઘ જો એમની પાસે જ એ ધર્મોત્સવ કરાવવાનો આગ્રહ સેવે, તો પહેલાં પોતાના શિષ્યોનાં નામ આપતા. અનિવાર્યપણે, કોઈ ઉપાય ન હોય ત્યારે જ તેઓ પોતે ઉજવણું કે પ્રતિષ્ઠા માટે જતા હતા. એક વાર એક સંઘમાં વિચિત્ર વિવાદ જાગ્યો. સંઘના બંધારણમાં કેટલાક ભાઈઓએ ઉપકારવશ એવું લખવાનું વિચાર્યું કે સંઘના બંધારણમાં કોઈ મતભેદ જાગે તો આચાર્ય ભગવંત કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજનો નિર્ણય માન્ય રાખવો. એકાદ વ્યકિતને એમ લાગ્યું કે આવો સ્પષ્ટ નામોલ્લેખ ન કરીએ તો ? આ વાતે વિવાદનું સ્વરૂપ લીધું. એમાંથી ઉગ્ર ચર્ચા જાગી. એક રવિવારે બપોરે આ અંગે સંઘની સભા બોલાવવામાં આવી. સાણંદમાં બિરાજમાન આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને આવા કોઇ વિવાદનો ખ્યાલ નહોતો, પણ સભાના દિવસે સવારે એમને કોઈ શ્રાવકે આ ઘટનાની જાણ કરી. * યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજી લિખિત ભજનપદ સંગ્રહ ભાગ-૫'
૮)
For Private And Personal Use Only