________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગી એ કે જે પોતાનું નામ ભૂલીને પરમાત્માના નામમાં ડૂબી જાય. પૂ. આ. કૈલાસસાગરસૂરિજીને ભારે દુ:ખ થયું. પોતાને કારણે કોઇને ક્લેશ ન થાય એની સતત જાગૃતિ રાખનાર આચાર્યશ્રીને થયું કે આ તો ભારે અનર્થ
થયો. પોતાને કારણે આવો વિવાદ થયો.
એમણે એક શ્રાવકને ચિઠ્ઠી લખીને ખાસ સાણંદથી મોકલ્યો. એમાં સંઘના પ્રમુખને ઉદેશીને આચાર્યશ્રીએ સ્પષ્ટ લખ્યું હતું કે ‘તમારા બંધારણમાં કયાંય મારો નામોલ્લેખ કરશો નહિ.'
સંઘના પ્રમુખને સભા પહેલાં ચિઠ્ઠી મળી. સભામાં એ જયારે વાંચવામાં આવી ત્યારે વિરોધ કરનારાઓ ઠંડાગાર બની ગયા. એમને પોતાની ભૂલ સમજાઇ. સહુને વસવસો થયો કે આપણે કેવા પામર કે એમના નામને માટે લડીએ છીએ અને તેઓ કેવા મહાન કે જેમને કશીય સ્પૃહા નથી!
વિ. સં. ૨૦૨૦માં મહુડીનો સંઘ આચાર્યશ્રીને મહુડી પધારવા માટે વિનંતી કરવા આવ્યો. એ સમયે પૂ. આ. કૈલાસસાગરસૂરિજી ઉપાધ્યાયપદ ધરાવતા હતા. તેઓ જાણતા હતા કે મહુડીના શ્રાવકોની ઇચ્છા એમને આચાર્ય પદવીથી વિભૂષિત કરવાની છે. આથી ઉપાધ્યાય કૈલાસસાગરજીએ કહ્યું કે તમે આચાર્ય પદવી સ્વીકારવા મને આગ્રહ કે દબાણ ન કરો તો જ આવવા વિચાર કરું.
વિ. સ. ૨૦૩૯માં અમદાવાદમાં ઉપધાન તપની આરાધના ચાલતી હતી. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી ઉમંગભેર આ આરાધના કરાવતા હતા. તે દિવસોમાં તેમનો સિત્તેરમો જન્મદિવસ આવતો હતો. સંઘના શ્રાવકોમાં આનંદની લહેર ફરી વળી. એક તો આ સંઘ આચાર્યશ્રીની પ્રેરણાના બળે જ રચાયો હતો. એમાં ઉપધાન તપની આરાધના થતી હોય અને એવે સમયે આચાર્યશ્રીનો જન્મદિન આવતો હોય, એ તો મધુર ત્રિવેણી-સંગમ ગણાય. આ દિવસે સંઘે ભગવાનની ભવ્ય આંગી કરાવી અને પછી એક સભા યોજીને આચાર્યશ્રીની પ્રશસ્તિ કરવાનું વિચાર્યું. સંધના શ્રાવકોની સરસ સભા થઈ. સહુના હૃદયમાં આચાર્યશ્રી માટે પ્રેમ ઉભરાતો હતો. લાગણીના ઉછળતા સાગર વચ્ચે પૂ. આ. કૈલાસસાગરસૂરિજી પાટ પર બિરાજયા. એમની બાજુમાં પૂજય જ્ઞાનસાગરજી બેઠા. પૂજય જ્ઞાનસાગરજીએ એમના વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો અને પછી પૂ. કૈલાસસાગરજીના ૭૦મા જન્મદિનની વાત કરી. પોતાની વાતને આગળ વધારતા એમણે આચાર્યશ્રીની પ્રશસ્તિ કરવાની શરૂઆત કરી. આ સાંભળતાં જ આચાર્યશ્રી પાટ ઉપરથી ઊભા થઇને બહાર નીકળી ગયા. બધાએ એમને પાછા આવવા ખૂબ વિનંતી કરી.
આચાર્યશ્રીએ કહ્યું,‘ હું પાટ પર નહિ બેસું. જો તમારે ગુણની આરાધના કરવી હોય તો તીર્થંકર પરમાત્માની કરો. પ્રભુની ભિકત કરો. અમારી નિહ.'
૮૧
For Private And Personal Use Only