________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમને હાથે અનેક જિનમૂર્તિઓની અંજનશલાકા થઈ. આની પાછળ એમની અજોડ પુણ્યાઈનું બળ હતું.
એમણે કેટલાં જિનમંદિરો બનાવ્યાં, કેટલાં જિનમંદિરો કે ઉપાશ્રયો બનાવવાની પ્રેરણા આપી કે કેટલાં ઉપધાન તપ કરાવ્યાં, એના આંકડા પરથી આપણે આ સાધક વિભૂતિનું સાચું માપ કાઢી શકીએ નહિ. કિનારે ચાલવાથી સામાન્ય હકીકતો હાથ લાગે છે. સાગરની સપાટીને ભેદીને એની ભીતરમાં રહેલાં મોતીની માફક એમના વ્યકિતત્વના મહાન ગુણો જ એમનો સાચો પરિચય છે. એમનું શુધ્ધ, સંયમમય જીવન જ સહુને માટે દીવાદાંડીરૂપ હતું.
એમની દેવદ્રવ્યની ચીવટ અનોખી હતી. આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનો “શુધ્ધ ઉપયોગ” ગ્રંથનું અનેક વાર અધ્યયન કર્યું હતું. મહેસાણાના સીમંઘરસ્વામી મહાતીર્થમાં હોય ત્યારે તીર્થ સંચાલિત ભોજનાલયની ગોચરી વાપરતા ન હતા. દેરાસરમાં ચઢાવેલા ચોખા જાયે અજાણ્ય ખરીદીને શ્રાવકથી લવાઈ ગયા હોય અને ગોચરીમાં આવી જાય તો તે વાપરવાથી બુધ્ધિ દોષિત બને. અધ્યવસાય મંદ બને. આવી સમજ અને સાવધાનીને કારણે જ ચોખા ન વાપરવાનો એમણે અભિગ્રહ કર્યો હતો. આ જ કારણે એમણે બદામ અને પાછળથી ફળનો ત્યાગ કર્યો. કોઈ પંડિત, કોઈ ડોળીવાળા કે કોઈ માણસને પગાર અપાવવો હોય તો તે રકમ કદી પેઢીમાંથી અપાવે નહિ. કોઈ વસ્તુ પેઢીમાં પોતાને નામે નોંધાય તે એમને સહેજે પસંદ નહોતું. આથી એક પણ પૈસાનો ખોટો ખર્ચ થાય તેના તેઓ વિરોધી હતા. કોઈ શ્રાવક પંડિતના પગાર માટે રકમ આપી જાય. પંડિતજી તે રાત્રિએ ન આવે તો સૂર્યાસ્ત પછી તે રકમ દેવદ્રવ્ય ખાતે અર્પણ કરાવી દેતા હતા.
પોતાને કારણે કોઈ રકમ એક રાત્રિ પુરતી પણ રહે તો તેમાં પરિગ્રહનો દોષ જોતા હતા. પોતાના નિમિત્તથી એક પૈસો પણ એક રાત રાખવામાં માનતા નહિ, આથી આવી રકમ તેઓ દેવદ્રવ્યમાં આપી દેતા જે જીણોધ્ધારમાં વપરાતી. આવી રીતે અંદાજે એક લાખ પચાસેક હજાર રૂપિયાથી અધિક પગારની રકમ દેવદ્રવ્યમાં અપાવી દીધી હશે. દેવદ્રવ્ય પ્રત્યે એમને અખંડ શ્રધ્ધા હતી. દેવદ્રવ્યનું કયાંય નુકશાન ન થાય એની સતત તકેદારી રાખતા હતા. એની શુધ્ધિ માટેનો એમનો આગ્રહ પણ વિરલ હતો. જાણે અજાણ્યે પણ દેવદ્રવ્યનો ઉપયોગ કે હાનિ થઈ હોય તે ભીતિથી શ્રાવકોને ઉપદેશ કરીને પાંચ લાખથી વધુ રકમ દેવદ્રવ્ય અને જીણોધ્ધારમાં અપાવી હતી. દેવદ્રવ્યની શુધ્ધિ અને રક્ષાનો એટલો બધો આગ્રહ કે કોઈ પણ ગામ - નગરના જિન મંદિરના પૂજારી પાસે કશી સેવા ન કરાવે.
૧૪૪
For Private And Personal Use Only