________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
EAS
પ્રવેશવા તાકીદ કરી હતી અને સવારે ચાર વાગે ઊઠીને તેઓ એકાએક બહાર ચાલી નીકળ્યા. એમની સાથે રાજેન્દ્રભાઇ શાહ હતા. તેમણે એક જમીન પર વાસક્ષેપ નાખ્યો અને કહ્યું કે આ જમીન પર દેરાસર બનાવો. બન્યું એવું કે જમીનના માલિક નટવરભાઇ જીવાભાઇ પટેલ સામે ચાલીને મળવા આવ્યા અને પરિણામે ચાર વર્ષથી જે કામ ખોરંભે પડયું હતું અને સહુ કોઇ નાસીપાસ થઇ ગયા હતા તે મહારાજશ્રીની પ્રેરણાથી સફળ થયું.
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિરામ્બિકા દેરાસરની શિલારોપણ-વિધિના પ્રસંગનું આયોજન થયું હતું. પાણી આવે ત્યાં સુધી ખનન કરવાનું હતું. આગલા દિવસે રાત્રે કોન્ટ્રાક્ટરે ૨૦ ફૂટ ઊંડે ખોદ્યું હતું, પણ પાણી આવ્યું ન હતું. એણે આવીને કહ્યું કે શિલારોપણ-વિધિ કાલે થઇ શકશે નહિ. પૂ. કૈલાસસાગરજી કહે કે, “કાલે શિલારોપણ-વિધિ થવી જોઇએ. તમે આખી રાત મહેનત કરો. જરૂર પાણી સુધી પહોંચી જશો.”
એટલા જ મજૂરો હોવા છતાં અને કશીય વિશેષ મદદ વિના ખોદકામ ચાલુ રાખ્યું. સવારે ૪૨ ફૂટ જેટલું ઊંડું ખોદાઇ ગયું અને પાણી આવ્યું. એક રાતમાં ૪૨ ફૂટ ઊંડે સુધી ખોદાઇ જાય તે ચમત્કાર જ કહેવાય!
કાળના પ્રવાહમાં પણ ન ભૂંસાય કે ભુલાય એવી એક ઘટના વિ. સં. ૨૦૨૯માં બની. અમદાવાદના એલિસબ્રીજ વિસ્તારમાં આવેલી વીતરાગ સોસાયટીના ઉપાશ્રયમાં પૂજય પ્રવર્તક મુનિશ્રી ઇન્દ્રસાગર મહારાજ કાળધર્મ પામ્યા. આ કારણે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીને વીતરાગ સોસાયટીમાં પધારવાનું બન્યું. પછીના દિવસે વહેલી સવારે તેઓ દેવકીનંદન સોસાયટીના ઉપાશ્રયે પાછા જવાના હતા.
આ દિવસોમાં વરસાદે માઝા મૂકી હતી. સતત મૂશળધાર વરસાદ ચાલુ રહ્યો અને બીજી બાજુ નજીકમાં આવેલી સાબરમતીમાં પૂર વધતું રહ્યું. હવે કરવું શું? આચાર્યશ્રી કૈલાસસાગરજીનો ચાતુર્માસ દેવકીનંદન ઉપાશ્રયમાં હતો. સંવત્સરીનો પુણ્ય દિવસ આવ્યો. પણ ભાદરવા સુદ ચોથના આ દિવસે મૂશળધાર વરસાદ ચાલુ રહ્યો. શ્રાવકો વિચારમાં પડયા. કરવું શું? વરસાદ ચાલુ હોય અને આચાર્યશ્રી આવે એ તો અશક્ય હતું. આટલી મોટી ઘોર વિરાધના આ સૌમ્યમૂર્તિ આચાર્યશ્રી કરે જ નહીં.
ક્ષમાપનાનો દિવસ આવ્યો. વીતરાગ સોસાયટીના ઉપાશ્રયમાં જ પૂજય કૈલાસસાગરસૂરિજીએ સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યું. વરસાદ ચાલુ હતો. પૂર વધતાં જતાં હતાં. નજીકની ગિરનાર સોસાયટી આખી તણાઇ ગઇ હતી. આજુબાજુના વિસ્તારોમાં પૂરનાં પાણી ધસી રહ્યાં હતાં.
૧૨૭
For Private And Personal Use Only