________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકોએ આ કાળરાત્રિ માંડ માંડ પસાર કરી. પ્રભાત થયું છતાં ચારે બાજુ પાણીનો મહાસાગર, જલશાયી થયેલાં મકાનો અને સપડાયેલા લોકોની ચીસો સિવાય કશું સંભળાતું નહોતું. એવામાં ખબર આવી કે નજીકની ગિરનાર સોસાયટીના બત્રીસે બત્રીસ બંગલા પાણીના પૂરમાં તણાઇ ગયા. સોસાયટીની જગ્યાએ વિફરેલી વાઘણ જેવી સાબરમતીન જળ હિલોળા લેતા હતાં. વીતરાગ સોસાયટીના આ ઉપાશ્રયમાં પણ પૂરનાં પાણી ધસમસતાં આવતાં હતાં. સાતેક ફૂટ જેટલું પાણી હતું, છતાં કોઈ એવો પ્રભાવ કામ કરતો હતો કે આ ઉપાશ્રયની એક કાંકરી પણ ખરી નહીં.
હજી પૂર વધવાની પાકી શક્યતા હતી. અમદાવાદના જૈન અગ્રણીઓ પૂજય આચાર્યશ્રી અંગે ભારે ચિંતા સેવી રહ્યા હતા. શ્રેષ્ઠીવર્ય કસ્તૂરભાઈ લાલભાઇં, જીવાભાઈ પ્રતાપશી, કાન્તિલાલ ઘીયા જેવા રાજનગરના પ્રતિષ્ઠિત શ્રાવકો આચાર્યશ્રીને સ્થળાંતર માટે વિનંતી કરતા હતા. હેલિકોપ્ટરની સહાયથી અન્ય સ્થળે જવા કહેતા હતા.
આચાર્યશ્રીએ કહ્યું, “મારા આયુષ્યનો અંત અહીં જ થવાનો હોય તો નિરતિચાર રીતે સંયમધર્મની આરાધનાપૂર્વક કાળધર્મ પામવા દેજો. પરંતુ વાહનાદિનો ઉપયોગ કરવાની અપવાદ રૂપે પણ છૂટ જાણી નથી. જે સમયે જે સ્થળે જે થવાનું હશે તેમ જ થશે.” આચાર્યશ્રીના દ્રઢ આત્મવિશ્વાસને જોઈને સહુ દંગ થઈ ગયા. ચિંતાગ્રસ્ત શ્રાવકોને સંયમ ધર્મના પ્રભાવનો ખ્યાલ આવ્યો. શ્રાવકોને મોતની ચિંતા હતી, ત્યારે આચાર્યશ્રી તો જીવન અને મૃત્યુને આંબી ગયા હતા.
ધીરે ધીરે પૂરના પાણી ઓસરવા લાગ્યાં. દસેક વાગ્યે પાણી ઊતરી ગયું. વરસાદ અટકી ગયો. આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરીને દેવકીનંદન આવ્યા.
આચાર્યશ્રીના જીવનમાં સતત આવી જાગૃતિ જોવા મળતી. કવચિતુ. સ્વાથ્યને કારણે વૈદ્ય ડૉકટર આદિ પાસે સારવાર લેવી પડતી. આમાં નાનામાં નાનો અતિચાર લાગે તો પણ આચાર્યશ્રીનો આત્મા કકળી ઊઠતો. એટલું જ નહીં પણ બીજે દિવસે આયંબિલ આદિથી પ્રાયશ્ચિત્ત કરી લેતા.
ધરણીધર સોસાયટીમાં રહેતા શાંતિભાઈ એમનું ઓપરેશન કરાવવા અમેરિકા ગયા. હૃદયનું ઓપરેશન ઘણું ગંભીર હતું. ડૉકટરોને પણ બહુ આશા નહોતી. જતા અગાઉ તેઓ મહારાજશ્રીના આશીર્વાદ લેવા આવ્યા. ત્યારે એમણે વાસક્ષેપ નાખીને કહ્યું. “તમને કાંઈ નહીં થાય. બસ, નવકાર ગણજો.”
૧૨૯
For Private And Personal Use Only