________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું? જોયા વિના તો પૈસા ન અપાય. પેલો મકરાણા લઈ ગયો, પણ એવો પથ્થર મળ્યો નહિ. આ સમયે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી સુરત હતા. એમને આ વાત કરી. એમણે કહ્યું કે જાહેરાત થઈ ગઈ છે. આવો પથ્થર કોઈ પણ હિસાબે મેળવવો જ પડે.
કૈલાસસાગરસૂરિજીએ કહ્યું, “હું મુહૂર્ત કાઢી આપું છું. આ મુહૂર્ત જજો. એ વખતે એ જે કિંમત કહે તેમાં થોડા રૂપિયા વધારીને આપજો. એને કસશો નહીં, બલ્ક એની પ્રફુલ્લતા જોજો.”
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ મુહૂર્ત કાઢી આપ્યું. ફરી સુમતિભાઈ હરડે અને એમના સાથીઓ મકરાણા ગયા. બધા કોન્ટ્રાક્ટરોને ભેગા કર્યા. પરંતુ સહુએ કહ્યું કે આટલો મોટો પથ્થર કાઢવો શક્ય જ નથી. ચારે બાજુ નિરાશા ઘેરાઈ વળી.
એવામાં રાતના બાર વાગ્યે એક મુસલમાન કોન્ટ્રાક્ટર આવ્યો. બીજા કરતાં એણે એક જુદી યોજના બતાવી. એણે કહ્યું કે માત્ર સુરંગો ફોડવાથી આટલો વિશાળ પથ્થર મળવો શક્ય નથી. એને માટે બીજો ઉપાય કરવો પડે. જેટલા માપનો પથ્થર જોઈતો હોય તે માપને નજરમાં રાખીને ચારે બાજુ ઝરી (કાણા) પાડવામાં આવે અને પછી એને નીચેના તળથી છૂટો પાડવા માટે સુરંગનો ઉપયોગ થઈ શકે. જોકે આમાંય એણે એવી દહેશત બતાવી કે સુરંગને કારણે કદાચ પથ્થરમાં તિરાડ પણ પડે. આમ છતાં એણે આ ચાતુર્યપૂર્ણ સાહસ કરવાનું માથે લીધું. એણે કહ્યું કે તમારા ભગવાન અને મારા ખુદા મદદ કરશે તો આ કામ જરૂર પાર પડશે.
પૂજય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની સૂચના મુજબ તેની સાથે કરાર કર્યો. કોન્ટ્રાક્ટરે એનું કામ શરૂ કર્યું. ૩૮ ફૂટ લાંબા પથ્થર પર ઝરી (કાણા) પાડવાનું કામ ઘણો સમય લે તેવું હતું. વળી એમાં સફળતા મળે કે નિષ્ફળતા તે પણ સવાલ હતો. ઘણા સમય સુધી આ કામ ચાલ્યું અને હવે કસોટીનો તબક્કો શરૂ થયો. ચારે બાજુ ઝરી પાડી પથ્થર તોડયો તો ખરો, પરંતુ હવે એને તળિયેથી છૂટો પાડવા સુરંગ ફોડવાની હતી. કોન્ટ્રાકટરે સુમતિભાઈને આ કામ જોવા માટે મકરાણા આવવા જાણ કરી. આચાર્યશ્રી કૈલાસસાગરજીના આશીર્વાદ લઈને સુમતિભાઈ આવ્યા. તેમણે એક ભાઈ પાસેથી પંચતીર્થની મૂર્તિ અને સિધ્ધચક્રજી મેળવ્યા અને એને ત્યાં આચાર્યશ્રીની સૂચના મુજબ સ્નાત્ર ભણાવ્યું. દેવોને આહ્વાન કરવાની વિધિ આચાર્યશ્રીએ સમજાવી હતી તે પ્રમાણે કરી. પથ્થર પર ચારે બાજુ નમણનો છંટકાવ કર્યો અને સુરંગ મારવાનું કામ શરૂ કર્યું. - પથ્થરની ત્રણ બાજુ સુરંગો મારવામાં આવી. મુસલમાન કોન્ટ્રાકટરને લાગ્યું કે વિશાળ પથ્થરને ત્રણ બાજુથી છૂટો પાડવામાં એને ફતેહ મળી છે.
૧૩૯
For Private And Personal Use Only