________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
مدرن (
પ્રતિષ્ઠા થઈ છે અને જેમને હાથે થઈ છે તેનાથી વધુ શુભ સમયે પુણ્યશાળી આત્માને હાથે તમારા દેરાસરની પ્રતિષ્ઠા થશે. સંઘની ખૂબ જ આબાદી અને ઉન્નતિ થશે માટે આવું શુભ કાર્ય સત્વરે શ્રીસંઘને કરવા મારા તમને આશીર્વાદ છે. આચાર્યશ્રીના આશીર્વાદથી સંઘના અગ્રણીઓએ સંઘને વાત કરી અને સહુએ તેમનો આદેશ ભાવપૂર્વક સ્વીકાર્યો. પૂ. યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના વખતથી આ ગચ્છમાં એક એવી પ્રણાલિકા ચાલતી હતી કે સ્ત્રીને ચિઠ્ઠી કે પત્ર લખવા નહિ. એટલું જ નહિ પણ વ્યાખ્યાન સિવાય બહેનોએ આવવાનું નહિ. માત્ર બહારગામથી આવેલા મહેમાનોને જ દર્શનની છૂટ હતી અને તે પણ દૂરથી વંદન કરીને ચાલ્યા જવાનું. એક વાર એક નાના મહારાજનાં બહેન બપોરે મહારાજશ્રીને મળવા આવ્યાં. બપોરે ઉપાશ્રયમાં આવવાની તો સાવ બંધી જ રહેતી હતી. આથી આ બહેનને જોતાં જ કૈલાસસાગરજીનો પ્રચંડ અવાજ ગાજી ઊડ્યો, “ખબરદાર ! કદી આ રીતે બપોરે આવવાનું નહિ. ચાલો, નીચે ઊતરી જાવ.” ચાતુમસના પ્રારંભ સમયે પાટ પરથી વ્યાખ્યાનની શરૂઆતમાં જ કહી દેતા કે વ્યાખ્યાન સિવાય સાધ્વીજીઓએ કે સ્ત્રીઓએ આવવું નહિ કવચિત્ અનિવાર્ય હોય અને આવવું પડે તેમ હોય તો સાથે કોઈને લીધા સિવાય આવવું નહિ. એક સાધુને ધાર્મિક શિક્ષક પાસે ભણવા મૂક્યા હતા. તેઓ આચારમયદિાથી વિરુદ્ધ સ્ત્રીપરિચય કેળવતા હોય એવી આચાર્યશ્રીને જાણ થઈ. આમાં ધાર્મિક શિક્ષક સહાયભૂત થતા હતા એની ખબર પડી. ક્યારેય વાણીથી પણ કોઈને ઈજા ન થાય તેનું ધ્યાન રાખનારા આચાર્યશ્રીનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. એમણે સાધુને સખત શબ્દોમાં ઠપકો આપ્યો. એથીયે વિશેષ શિક્ષકને પણ ઉપાલંભ આપતાં કહ્યું. હું શું શિક્ષા આપે છે ? મેં આ સાધુને તમારા પર વિશ્વાસ રાખીને સોપ્યા હતા. મારે ત્યાં આવી સહેજે શિથિલતા નહીં ચાલે.” આવી જ રીતે એક વાર આચાર્યશ્રી મહુડી હતા ત્યારે પોતાની જાતને “ભગવાન” કહેવડાવતી એક વ્યક્તિ પોતાના અનુયાયીઓના જૂથ સાથે મળવા આવી. પૂ. આ. શ્રી કૈલાસસાગરજીએ જાણ્યું કે તેઓ પોતાને ભગવાન તરીકે ઓળખાવે છે ત્યારે એમણે ગુસ્સે થઈને કહ્યું. તમે તમારી જાતને ભગવાન માનો છો ! ભગવાન કોણ બની શકે એની તમને ખબર છે ? ભગવાન કોને કહેવાય એનો કશો ખ્યાલ છે ખરો ? ક્યારેય ઘોર જંગલમાં જઈને વર્ષોની સાધના કરી છે ખરી ? ભગવાનના જીવનમાં તપ-ત્યાગ કેવાં હોય તેની તમને જાણ છે ખરી ?
૧૧૫
For Private And Personal Use Only