________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવામાં સીમંધરસ્વામીની વાત નીકળી. પેલી વ્યકિતએ પોતાનામાં સીમંધરસ્વામીનું દૈવત હોવાનું કહ્યું. પૂ. આચાર્યશ્રીએ પહેલાં એમની વાત સાંભળી અને પછી એમના પંજાબી સ્વભાવ પ્રમાણે એમણે કહ્યું, “ક્યાં સીમંધરસ્વામીની જગ્યા અને ક્યાં તમે? પહેલાં તો બધો ત્યાગ કરીને જંગલમાં જઈ સાધના કરો, કષ્ટ સહન કરો, તપ કરો. પછી ભગવાન થવાની વાત કરો.” આ પ્રસંગે હાજર રહેલા શ્રાવકોએ કદી આચાર્યશ્રીનું આવું રુદ્ર સ્વરૂપે જોયું નહોતું. આચાર્યશ્રીને ધર્મ પ્રત્યે, ભગવાન પ્રત્યે અને સીમંધરસ્વામી પ્રત્યે અગાધ પ્રીતિ હતી. એને વિશે કોઈ પાખંડ, બનાવટ કે દંભ સાંખી શકતા નહોતા, આચારશુધ્ધિનો એમનો આગ્રહ એમના જીવનમાં સતત જીવંત હતો. આચારની નાનામાં નાની ક્ષતિની શુધ્ધિ માટે પણ અતિ મક્કમ રહેતા હતા. આચારશુદ્ધિ માટે અંશમાત્ર શેહ શરમ રાખ્યા વિના ભલભલા માંધાતાને પણ સ્પષ્ટ સંભળાવી દેતા હતા. તેની પાછળ પૂજયશ્રીની ધર્મ પ્રત્યેની અચલ શ્રધ્ધા, આચારશુધ્ધિની ઝંખના અને એ આત્મા પ્રત્યે અપાર વાત્સલ્યનો વિસ્તાર જ કારણેભૂત હતાં.
૧૧૬
For Private And Personal Use Only