________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઋધ્ધિસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે કાશીરામને પુન:દીક્ષા આપવામાં આવી. કાશીરામમાંથી એ દિવસે મુનિ કૈલાસસાગર બન્યા. અમદાવાદમાં કોચરબ આશ્રમ નજીક એક બંગલામાં આ દીક્ષાનો ઉત્સવ થયો. જીવનમાં ફરી ભાગ્યોદય જાગ્યો. હવે પીછેહઠ કરીને સંસારમાં જવાની લેશ પણ તૈયારી નથી. હવે તો સાધુતાના કૈલાસશિખર પર વેગભર્યું આરોહણ કરવાની પ્રબળ ઇચ્છા જ જીવનનો આધાર છે, આથી તરત જ પિતાને પત્ર લખ્યો. હકીકત જણાવી. એમાં સ્પષ્ટ લખ્યું કે હવે મને પાછો લેવા આવશો નહિ. જો આવશો તો હું જીવતો નહીં આવું. મારો મૃતદેહ જ આવશે.
રામકિશનદાસજીના ઘરમાં પત્ર આવ્યો બધાએ વાંચ્યો. પોણા ચાર મહિનાના સમયમાં સહુએ કાશીરામની વૈરાગ્યભાવનાનો પરિચય મેળવ્યો હતો. એની દઢતા અને મક્કમતાનો ખ્યાલ આવી ગયો હતો. વિરલ માનવીઓ જ સંયમના માર્ગે જઈ શકે છે. એ કઠિન પથ પર આટલી ઉત્કટ ધગશથી પ્રયાણ કરનારના હીરને પરિવારે પારખી લીધું. પત્રના પ્રત્યુત્તરમાં પિતા રામકિશનદાસજીએ જણાવ્યું કે તમે આવો કોઈ અઘટિત વિચાર કરશો નહિ. આખોય પરિવાર તમારી ભાવના માટે ધન્યતા અનુભવે છે અને શ્વેતામ્બર મૂર્તિપૂજક દીક્ષા રહેવાની અનુમતિ આપે છે. મુનિ કૈલાસસાગરજીને મન દીક્ષાનો ભારે મહિમા હતો. જીવનસાર્થક્યનો માર્ગ મળી ગયો હોય એટલો આનંદ એમને દીક્ષા મળતાં થયો. તેઓ જાણતા હતા કે ખુદ તીર્થંકર પરમાત્માને પણ દીક્ષા ગ્રહણ કર્યા પછી જ ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જૈનના જીવનની સર્વોચ્ચ અભિલાષા એટલે જ દીક્ષા.આથી જ જીવનની ગમે તેટલી આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો જૈને દિલમાં દીક્ષાની ભાવના સેવતો હોય છે. કાશીરામની વર્ષોની ભાવના અનેક અવરોધો પાર કર્યા પછી સાકાર થઈ. એમની દીક્ષા શાંતિથી પરિપૂર્ણ થઈ. પોતાના જીવનની રોમાંચક, ભાવપૂર્ણ અને કટોકટીભરી આ ઘટના કહેતા પૂ. કૈલાસસાગરજી એમ કહેતા, “કષ્ટથી જ ઈષ્ટની પ્રાપ્તિ થાય છે.' ઘણી મુશ્કેલીઓ અને મૂંઝવણ વેશ્યા પછી એમને દીક્ષા સાંપડી હતી, આથી
ક્યારેક પોતાના સાધુવર્ગને એમ પણ કહેતા : ‘તમે મારા કરતાં વધારે ભાગ્યશાળી છે. તમને સહજમાં દીક્ષા મળી, જયારે મારે તો એક વાર સંસારમાં જવું પડયું હતું.
૩૭
For Private And Personal Use Only