________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને બળબળતા તાપમાં તેઓ શ્રાવકને ત્યાં સિધ્ધચક્ર પૂજનમાં પહોંચી ગયા. કોઇ શ્રાવક મળવા આવ્યો હોય અને પૂ. આચાર્યશ્રી વિશ્રામ કરતા હોય તો અન્ય સાધુજનો શ્રાવકને થોડી વાર પોતાની પાસે બેસવા કહે, પણ પૂ. આચાર્યશ્રીને જેવો એમનો અવાજ સંભળાય કે તરત જ શ્રાવકને પોતાની પાસે બોલાવી લેતા. આવે વખતે કોઇ શ્રાવક એમ કહે, “મને ક્ષમા કરજો, મેં આપના આરામમાં ખલેલ પાડી.”
પૂજય આચાર્યશ્રી અને ભાવથી કહે, “કોઇ અનિવાર્ય સંજોગોને કારણે જ તમે તમારા વિશ્રામનો સમય છોડીને મને મળવા આવ્યા છો અને હુ વિશ્રામ કરું બરાબર કહેવાય?"
આખો દિવસ અત્યંત વ્યસ્ત જતો. લોકો મળવા આવે. સંઘા સલાહ લેવા આવે. કોઇ મુહૂર્ત કઢાવવા આવે તો કયારેક ગચ્છનું કામ ચાલતું હોય. ખૂબ થાક્યો હોય અને સહેજ વિશ્રામ લેવા જતા હોય ત્યારે જો કોઇ આવી પહોંચે તો સાધના સાધુ કવિચત્ અળાઇ જતા, પરંતુ પૂ. આચાર્યશ્રી સૌમ્ય મુખમુદ્રા સાથે પ્રસન્નતાપૂર્વક કહેતા કે “એમણે તો આપણો પ્રમાદ દૂર કર્યો. કોઇ વાર કોઇ નજીકના શ્રાવક પાસે પોતાનાં પુસ્તકોનું પોટકું મંગાવ્યું હોય. આવે સમયે ઘણી વાર તેઓ પૂછતા કે પોટકું કઇ રીતે લાવ્યા ? રિક્ષામાં લાવ્યા હોય તો પૂછતા કેટલો ખર્ચ થયું? પોતાના નિમિત્તે શ્રાવકોને ખર્ચનો બોજો આર્થિક સંજોગોને કારણે વેઠવો ન પડે તેની ભારે ચીવટ રાખતા. કોઇ ગરીબ શ્રાવક હોય તો કોઇને સદુપદેશ આપીને એને યોગ્ય મદદ મળે તેની ખેવના
રાખતા.
પાછલી અવસ્થામાં અનિચ્છાએ અનિવાર્યપણે ડોળીનો ઉપયોગ કરવો પડતો હતો, ત્યારે હિતેન્દ્રભાઇ શાહ ડોળીની વ્યવસ્થા કરવાનું કાર્ય સંભાળતા. તેઓ ડોળીવાળાને ખાસ તાકીદ કરતા કે પૂ. આચાર્યશ્રી પૂછે કે કેટલી રકમ આપવાની નક્કી કરી છે તો કહેવું નહિ. આનું કારણ એ હતું કે પોતાને નિમિત્તે આટલી રકમ વપરાય તે જાણીને તેઓ ડોળી કરવાની ના પણ પાડે. દર મહિને અમુક શ્રાવકો એમને વંદન કરવાનો નિયમ રાખતા. ક્વચિત્ કોઇ શ્રાવકને કોઇ કારણસર આવતા મોડું થાય તો તેઓ ફિકર કરતા હતા. વળી કોઇ શ્રાવક લાંબા સમયે વંદન કરવા આવે તો તેમને પૂછે કે તમારી ધર્મઆરાધના તો પ્રસન્નતાપૂર્વક શાંતચિત્તે થાય છે ને? તેમાં કોઇ ક્ષતિ નથી આવી ને? પૂ. આચાર્યશ્રી આટલા બધા જાગ્રત હતા. .
પૂજય આચાર્યશ્રી સાધર્મિક ભકિતનો સુંદર ઉપદેશ આપતા અને શ્રાવકો પર એની ઘણી અસર થતી. આગંતુક સાધર્મિકોની ભક્તિનો અચૂક લાભ લેવાનો સ્થાનિક શ્રાવકોને ખાસ ઉપદેશ આપતા. વળી સ્થાનિક શ્રાવકો પણ સાધર્મિક ભકિતનો ઉમંગથી લાભ લેતા. આચાર્યશ્રી પાસે શુભ મુહૂર્ત મેળવવા આવેલા
૬૩
For Private And Personal Use Only